કોઈ ભારત માતાના પિતા કેવી રીતે હોઈ શકે?

| Updated: April 17, 2022 11:59 am

“કોઈ ભારતમાતાનાં પિતા કઈ રીતે હોઈ શકે ?’ આ સવાલથી હું સ્તબ્ધ થઈ ગયો હતો. આદિત્ય શર્મા ત્રીસેક વર્ષનો યુવાન છે. તે આ સહસ્ત્રાબ્દીમાં જિલ્લા અદાલતમાં વકીલ અને રાજકીય કાર્યકર એવો એક ‘નવો ભારતીય’ છે.

અમે મધ્ય પ્રદેશના ગ્વાલિયરની મધ્યમાં આવેલા દૌલતગંજમાં એક ગીચ શેરીમાં આવેલી હિન્દુ મહાસભાની પહેલા માળની ઑફિસમાં હતાં, જ્યાં સતત ગાયના ભાંભરવાથી લઇને બસના હોર્નનો અવાજ સંભાળાયા કરે છે.

મહાસભાના પદાધિકારીઓમાંના એક હરિદાસ અગ્રવાલ શર્માથી ઉમરમાં ઘણા મોટા છે. અગ્રવાલે હકારમાં માથું ધુણાવ્યું અને ગણગણ્યા કે સોચિયે જરા. શર્માએ ‘કેલ્વિન ક્લેઇન ન્યૂ યોર્ક સિટી એસ્ટ 1978’ લખેલું બ્લેક ટીશર્ટ પહેર્યું છે. શર્મા વધુમાં કહે છે કે ‘ગાંધી કો હમ રાષ્ટ્રપિતા ક્યૂં માને?’ અગ્રવાલ આગળ કહે છે કે,’ભારત કે વિભાજન કે અલાવા ઉન્ને કિયા હી ક્યા?’ (ભારતના ભાગલા પાડવા સિવાય તેમણે શું કર્યું?

ગ્વાલિયરમાં એવા ઘણાં લોકો છે જેઓ ગાંધી વિશે વધુ વિચારતા નથી, તેમના માટે, તેમની હત્યા હવે રાષ્ટ્ર માટે એક એતિહાસિક અને દુખદ બોજા સમાન ઘટના નથી.પરંતુ ‘ગૌરવ’ અને ‘દેશભક્તિ’નું કામ છે. ગાંધીના હત્યારાઓની વાત થાય ત્યારે અહીં તમને સંકલ્પ અને બલિદાન જેવા શબ્દો સાંભળવા મળે છે,કાવતરું કે હત્યા નહીં.

ગાંધીજીની હત્યા સાથે ગ્વાલિયર ગાઢ રીતે જોડાયેલું છે.દત્તાત્રેય સદાશિવ પરચુરેનું આ ઘર છે, જેમણે 30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધી પર ગોળીબાર કરવા માટે 9 એમએમ બેરેટ્ટા નાથુરામ ગોડસેને કથિત રીતે પૂરા પાડ્યા હતા. 31 ડિસેમ્બર, 2021ના રોજ પોતાને ‘હિન્દુ ગૌરવના રક્ષક’ માનતાં કાલિચરણ મહારાજે છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી ધરમ સંસદમાં ગાંધીની હત્યા કરવા બદલ ગોડસેની પ્રશંસા કરી હતી.તેના એક અઠવાડિયા કરતા પણ ઓછા સમય પહેલા  અગ્રવાલ અને અન્ય લોકો તે રુમમાં ભેગા હતા જેમાં હું ઉભો હતો. તેમણે પરચુરેની 37મી પુણ્યતિથિની ઉજવણી કરી હતી. તેમણે આરતી પણ ઉતારી હતી અને ગોડસે, નારાયણ આપ્ટે, વીર સાવરકર અને પારચુરે ‘અમર રહે’ના નારા લગાવ્યા હતા.

થોડા વર્ષો પહેલા, ગોડસે અને આપ્ટેની મધ્ય-કદની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે પ્રતિમાઓ દુર કરી તે પહેલાં ભક્તો ત્યાં રોજ પ્રાર્થના કરતા હતા.જોકે પરચુરેની પ્રતિમા હજુ છે. સ્થાનિક હિંદુ મહાસભાના નેતાઓ હવે જપ્ત કરાયેલી પ્રતિમાઓ ફરીથી સ્થાપીને ઓફિસને ‘મંદિર’ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ગોડસે મુખ્ય ‘ભગવાન’ છે. ભાજપના જિલ્લા સમિતિના સભ્ય કે જેઓ ‘મારા ડીએનએમાં મહાસભા’ છે હોવાનું કહે છે, તેઓ જણાવે છે કે  ગોડસેની મૂર્તિ બનાવવા માટે હવે વિવેકબુદ્ધિની જરૂર નથી. ગોડસેનાં પ્રેમીઓને પરચુરે જેવી અવઢવમાં રહેવાની જરૂર નથી.

નવી પેઢીનાં ગોડસેનાં પ્રશંસકો હવે તેની પ્રતિમાને જાહેરમાં માન્યતા મળે તેમ ઇચ્છે છે.કેમકે ગોડસે અને તેના સાથીઓને તેમના જીવનકાળમાં અને તે પછી લાંબા સમય સુધી નકારી કાઢવામાં આવ્યા હતા. પરંતું આમ કરવા માટે ગાંધીને મહાનતાનાં પદ પરથી નીચે ઉતારવા જરૂરી છે. શર્માનો દાવો છે કે ખુલ્લેઆમ, કોઈ પણ પક્ષ અમને ટેકો આપી શકે નહીં, પરંતુ અમને તેમનું મૌન સમર્થન છે.

૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં કૉલેજના એક મિત્રના ઘરે પરચુરેને મળ્યો હોવાની ધુંધળી યાદો છે. મિત્રનાં પિતા એ જ કોલોનીમાં રહેતા હતા અને કુસ્તીબાજમાંથી હોમિયોપેથ અને કહેવાતા સહ-કાવતરાખોરને ઓળખતા હતા.મને ગુસપુસ અવાજમાં કહેવામાં આવ્યું હતું કે તે કોણ છે. એ માણસ કે જેની ધરપકડ કરવામાં આવી હતી અને દોષી ઠેરવવામાં આવ્યો હતો. આખરે ગાંધી હત્યા કેસમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

મહાસભાના ગ્વાલિયર ચેપ્ટરના પ્રમુખ જયવીર ભારદ્વાજે આ વખતે મને ફોન પર કહ્યું હતું કે, “બહુત જિદી માનસીકતા કે થે, ગાંધી કો રાસ્તે સે હટાના રાષ્ટ્રીય કર્તવ્ય થા.” (તેઓ અત્યંત જિદ્દી માનસિકતા ધરાવતા હતા. ગાંધીને માર્ગમાંથી હટાવવા એ રાષ્ટ્રીય કર્તવ્ય હતું.) અગ્રવાલ,  નિષ્ઠુરતા સાથે મને કહે છે, ‘જે રીતે અર્જુને ભીષ્મ પિતામહની હત્યા કરી હતી, તે રીતે ગોડસેની ફરજ હતી કે તે ગાંધીની હત્યા કરે.’

હું “નવા ભારત”નાં “નવા ઇતિહાસ’ વિશેની નવી સમજ સાથે ગ્વાલિયરથી પાછો ફર્યો.

Your email address will not be published.