પૃથ્વીને નુકસાન પહોંચાડતા ક્લાઈમેટ ચેન્જ માટે માનવી જવાબદાર

| Updated: September 18, 2021 2:29 pm

અત્યારની આબોહવાને જોતાં વૈજ્ઞાનિકો કહે છે કે ગ્લૉબલ વૉર્મિંગને કારણે પૃથ્વી પર વિનાશક અસરો થઈ શકે છે. માનવીય પ્રવૃત્તિઓને કારણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું છે અને તેના કારણે તાપમાન પણ વધ્યું છે.

ઉનાળા અને શિયાળાની પ્રકૃતિ હવે બદલાઈ છે, વરસાદના પ્રમાણ અને વિસ્તારને પણ અસર થઈ છે. સ્થળ પરની આબોહવા એ સરેરાશ હવામાન છે જેનો અનુભવ લાંબા સમય સુધી થાય છે. સ્થળ પરની આબોહવા નિર્ધારિત કરતાં ઘટકોમાં એકંદર વરસાદ, સૂર્યપ્રકાશ, હવા, ભેજ અને ઉષ્ણતામાન છે.

હવામાનમાં પરિવર્તનો એકાએક અને નોંધપાત્ર રીતે પણ થઈ શકે છે, જ્યારે આબોહવામાં પરિવર્તનો લાંબા સમયે થાય છે અને તેથી ઓછા સ્પષ્ટ હોય છે. ધરતીની આબોહવામાં પરિવર્તનો અને તમામ જીવન સ્વરૂપોમાં બદલાવો આ પરિવર્તનને અનુરૂપ થતાં આવ્યા છે.

જોકે, છેલ્લા 150-200 વર્ષોમાં આબોહવામાં પરિવર્તન ખૂબ જ ઝડપી થાય છે. અમુક વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ માટે આવા વાતાવરણમાં અનુકૂળ થવું મુશ્કેલ બની ગયું છે. આ પરિવર્તનો જે ઝડપથી થઈ રહ્યા છે તે માટે માનવીય પ્રવૃતિઓ જવાબદાર ઠરાવવામાં આવે છે.

આ મુદ્દા વિશે વધુ જાણીએ ડો. મેઘા ભટ્ટ પાસેથી, જેઓ પર્યાવરણ વૈજ્ઞાનિક અને મહિલા ઉદ્યમી છે. તેઓ આબોહવામાં પરિવર્તનના કારણો વિશે વાત કરે છે.

તેઓ એ પણ જણાવે છે કે પૃથ્વીના બદલાતા વાતાવરણ વિશે આપણે કેટલું જાણીએ છીએ?
અને ધરતી પરના મનુષ્યો આ બદલાતા વાતાવરણ માટે શું કરી શકીએ?

Your email address will not be published. Required fields are marked *