Site icon Vibes Of India

કોરોનાનું નવું વેરિયન્ટ ભારત માટે કેટલું જોખમી બનશે?

દર થોડા અઠવાડિયે કોરોના વાઈરસના નવા પ્રકારો ઓળખવામાં આવે છે. જાહેર જગ્યાઓ પર ચેપ અંગેનો ભય સર્વોચ્ચ સ્તરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા લેમ્બડા વેરિએન્ટને વિશ્વનું 7મું “વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ” જાહેર કરાયાના સમાચાર હજુ તાજા છે ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે કપ્પા વેરિયન્ટના બે કેસની શોધ કરી છે, જેને “વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના વૈજ્ઞાનિક સલાહકાર ડો. રાજીવ જયદેવને કહ્યું કે નવા વેરિયન્ટ આવતા રહેશે, પરંતુ ગભરાવાનું કોઈ કારણ નથી, કેમકે અધ્યયન દ્વારા હજુ સુધી પુષ્ટિ થઈ નથી કે નવા વેરિયન્ટ વધુ ચેપી છે. તેમણે કહ્યું, “બધા નવા પ્રકારો વિકાસવાદી વિજેતાઓ તરીકે ઉભરી આવતા નથી.

ડો. જયદેવેને કહ્યું કે, ડેલ્ટા વેરિયન્ટ ચિંતાનો વિષય છે અને તે તમામ પ્રકારોમાં સૌથી વધુ ટ્રાન્સમિસિબલ છે. તે કેટલાક અંશે રોગ પ્રતિકારક ક્ષમતાને દૂર કરવામાં સક્ષમ છે. ડો. જયદેવને કહ્યું હતું કે આ સંદર્ભમાં “રોગ પ્રતિકારક ક્ષમતા”નો અર્થ એ જ છે કે વધુ પ્રત્યાવર્તન અને પ્રગતિશીલ ચેપ લાગશે, અને વ્યક્તિગત મૃત્યુનું જોખમ વધશે તે જરૂરી નથી. તેમણે કહ્યું કે, લગભગ બધા દેશોમાં અવિશ્વસનીય રીતે મોટી સંખ્યામાં લોકો હશે જેમને રસી લીધી નહીં હોય જેનો અર્થ એ કે ઓછા વિનાશક હોવા છતાં, ભવિષ્યમાં તેનો ફેલાવામાં વધારો શક્ય છે.

તેમણે સેશેલ્સના રસીકરણના અનુભવને ટાંકીને જણાવ્યું હતું કે લોકોનું રસીકરણ એ ભવિષ્યનો રસ્તો છે. વિશ્વના સૌથી વધુ રસીકરણ કરાયેલા ટાપુ રાષ્ટ્રોમાંના એક સેશેલ્સ જે તેની માત્ર એક લાખથી ઓછી વસતીને કારણે વસ્તીને લીધે વિશ્વ માટે પ્રયોગશાળા તરીકે કામ કરે છે, જે રસીકરણ અને અભ્યાસ માટે સરળ છે. સેશેલ્સમાં કોવિડ 19ની રસી લેનારામાથી ફક્ત છ લોકોના મોત થયા હતા. આ રિપોર્ટ ફોર્ચ્યુનમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

“ડેટા જણાવે છે કે સેશેલ્સે તેની 69% વસ્તીને રસી આપી દીધી છે. તેમણે તેમની વસ્તી માટે નિષ્ક્રિય વાયરસ રસી સિનોફર્મ (કોવાક્સિન જેવી જ) અને કોવિશિલ્ડ (ભારત દ્વારા મોકલાવાયેલ) નો ઉપયોગ કર્યો હતો. “સંપૂર્ણ રસીકરણ જૂથમાં ફક્ત છ જ મૃત્યુ થયા છે, તેથી મૃત્યુનું જોખમ 0.009% છે,” તેમ ડો .જયદેવેને ઉમેર્યું હતું. “જેનો અર્થ એ કે જેમને સંપૂર્ણ રસી અપાય છે તેમની જીવંત રહેવાની શક્યતા 99.991% છે.”

તેમણે એમ પણ કહ્યું કે આવતા મહિનામાં અમારી પાસે વિગતવાર માહિતી હશે કે સંપૂર્ણ રસી આપતા લોકોમાં જે થોડાં મોત થઈ રહ્યા છે તે ખરેખર શું છે. તેમણે ઉમેર્યું, “આ માહિતી મૃત્યુદરને વધુ ઘટાડવા માટે અમારા અભિગમને આગળ વધારવામાં મદદ કરશે.”
દરમિયાન કેરળે 10 જુલાઈ 2021 સુધી ઝિકા વાયરસના 14 કેસની પુષ્ટિ કરી હતી. આ વાયરસ જીવલેણ ન હોવા છતાં 2016માં ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરાયો હતો. ગુજરાતમાં 2016-2017માં વાયરસનો પ્રકોપ આવ્યો હતો.

ડબ્લ્યુએચઓની સલાહ મુજબ ઝિકા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં લક્ષણો દેખાતા નથી. સલાહકારો કહે છે, “જે લોકો લક્ષણો વિકસાવે છે, તે સામાન્ય રીતે તાવ, ફોલ્લીઓ, નેત્રસ્તર દાહ, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો, અસ્વસ્થતા અને માથાનો દુખાવો સહિતના હળવા લક્ષણો હોય છે અને સામાન્ય રીતે 7 દિવસ ચાલે છે.”
“ગુજરાતમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આઇએમએ (ગુજરાત શાખા)ના વરિષ્ઠ ડૉક્ટર અને જનરલ ફિઝિશિયન કોલેજોના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, વાયરસનો ફેલાવો કેરળ સુધી મર્યાદિત છે અને તેના સરહદી રાજ્યોએ દેખરેખ વધારી દીધી છે, તેમ છતાં આપણે અહીં રોગચાળો ફેલાવાની સંભાવના ઓછી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ઝીકા વાયરસના વ્યવહાર અંગે તાજેતરમાં કોઈ સત્તાવાર માર્ગદર્શિકા નથી.