આજના સમયમાં હૈદરાબાદમાં પત્રકારત્વ કરવું એ સૌથી સારૂં છે. મારી એક મિત્ર હાલમાં જ અમદાવાદથી બદલી થઈને તેના અખબારના હૈદરાબાદ બ્યૂરોમાં આવી છે. તેની સ્ટોરીઓને નેશનલ લેવલ પર બાયલાઈન મળતી હોવાથી હું એને હંમેશા અભિનંદનના મેસેજ મોકલતો રહયો છું. તેમના જે અહેવાલો રોજેરોજ પ્રગટ થાય છે એ તેલંગણામાં કોવિડ સંક્રમણને લગતા કે હોસ્પિટલોમાં બિછાનાઓની અછતને લગતા નહોતા. આવા અહેવાલો તો તે અખબારની હૈદરાબાદ આવૃત્તિમાં અગાઉ પણ પ્રગટ થતા નહોતા. અમદાવાદમાં પણ નહીં કેમકે ત્યાં પણ આ સંબંધમાં અન્ય સમસ્યાઓ હતી. તે જે અહેવાલો લખતી એમાં હૈદરાબાદની ભારત બાયોટેક, બાયોલોજિકલ ઈ, ડો. રેડ્ડીઝ અને નેટ્કો જેવી ફાર્માસ્યૂટીકલ કંપનીઓ, જે કોવિડ વેકસીનના ક્ષેત્રમાં મોટું કામ કરી રહી છે, એનો ઉલ્લેખ હતો. જે આવા કપરા કાળમાં દેશનું ધ્યાન ખેંચનારૂ હતું. જોકે, એના માટે દરેક અખબારે સકારાત્મક સમાચારો પ્રગટ કરવા જરૂરી છે.
ગુજરાત એવો દાવો કરે છે કે એ દેશમાં ફાર્મા સેકટરનું મુખ્ય હબ બની રહયું છે અને અમદાવાદ એનું મુખ્ય કેન્દ્ર છે. ઘણાં વર્ષો પહેલાં મને યાદ છે કે હું અમદાવાદ સ્થિત મોટી ફાર્મા કંપનીઓએ સ્થાપેલા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ વિશે લેખ તૈયાર કરી રહયો હતો. જેમાં ઝાયડસ કેડિલા અને ટોરેન્ટ ફાર્માસ્યૂટીકલ્સનો સમાવેશ હતો. તેમણે સ્થાપેલા સેન્ટર્સની ડિઝાઈન અને બાંધકામ વિશ્વસ્તરના આર્કિટેકટસે કર્યું હતું. આજે હૈદરાબાદ ફાર્મા સેકટરના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના હબ તરીકે ઉભરી રહયું છે. જેમાં મૂળ વડોદરામાં શરૂ થયેલી સૌથી જુની ફાર્માસ્યુટીકલ કંપની એલેમ્બિકનો સમાવેશ છે જેણે ગુજરાતને બદલે હવે હૈદરાબાદમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે.
અમદાવાદ હૈદરાબાદ સામે હારી કેવી રીતે ગયું? આ સવાલ જયારે મેં મુંબઈ સ્થિત ફાર્મા કન્સલ્ટીંગ પેઢી ઈન્ટરલિંકના ડો.રાજા સ્મારતાબ સામે કર્યો ત્યારે તેમણે કહયું કે ગુજરાતની ફાર્મા ઈન્ડસ્ટ્રીનું ધ્યાન મોટાભાગે દવાના બંધારણ પર કેન્દ્રીત કરી દવાનું ઉત્પાદન કરે છે. જયારે હૈદરાબાદ દવા માટેનો કાચો માલ મોટા જથ્થામાં તૈયાર કરે છે જે દવાના બંધારણ માટેનો પણ કાચો માલ હોય્ છે. પરિણામે હૈદરાબાદની કંપનીઓનું ધ્યાન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર હોય છે. એટલે જ આ શહેર આજે બાયોટેકનોલોજી અને વેક્સિન હબ બની શકયું છે.
ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ડો.ક્રિષ્ના એલ્લા, જેમણે કોવેકિસનની શોધ કરી છે અને ઉત્પાદન કરી રહયા છે, એ હૈદરાબાદના નથી. એ મૂળ તામિલનાડુના છે. તેમણે મેડિસનની યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનમાં અભ્યાસ માટેની સ્કોલરશિપ મળે એ પહેલા બેંગ્લોરમાં થોડો સમય કામ કર્યું હતું. તેમણે મેડીસનની યુનિવર્સિટીમાંથી માઈક્રોબાયોલોજીમાં પીએચડી કર્યુ છે. તેમણે યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયામાં થોડો સમય સંશોધક તરીકે કામ કર્યા બાદ ભારત પાછા ફરવાનું નક્કી કર્યું અને હૈદરાબાદમાં જેનોમ વેલી નામે બાયોટેકનોલોજી હબ સ્થાપ્યું. આ વાત ઘણાં વર્ષો પહેલાની એટલે કે વર્ષ ૧૯૯૬ની છે. આટલા વર્ષોમાં ભારત બાયોટેકે મેલેરિયા, ટાઈફોઈડ અને ડાયેરિયા માટેની વેક્સિનનું ઉત્પાદન કર્યું છે.
કંપનીએ તાજેતરમાં જ હડકવાની વેક્સિન તૈયાર કરવા ઉપરાંત આ કંપની પહેલી એવી કંપની બની છે જેણે સ્વદેશી કોવિડ વેકસિન તૈયાર કરી છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતનું પ્રતિક ગણાવે છે.
ભારત બાયોટેકનું નામ પણ દેશ આધારિત છે. આ કંપની હવે આ વેક્સિનની નેઝલ રૂપ વિકસાવી રહી છે. કોવિડ મહામારી દરમિયાન ઝુકી ન જનારી આ એક માત્ર કંપની નથી. હૈદરાબાદ સ્થિત બાયોટેક કંપની બાયોલોજિકલ ઈ પણ આવનારા મહિનાઓમાં પોતાની વેકસિન લોન્ચ કરશે. જે કદાચ સૌથી સસ્તી હશે. આ ઉપરાંત ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રશિયાની ગેમાલેયા ઈન્સ્ટીટયૂટ સાથે મળીને સ્પુટનિક વી વેકસિનને ભારત લાવવા માંગે છે.
ભારત બાયોટેક, બાયોલોજિકલ ઈ અને ડો. રેડ્ડીઝ વેકસિનહિરો છે, જે ફાર્મા સેકટરમાં અક્ષય કુમાર, રણબીર કપૂર અને રણવીર સિંહ જેવા છે. જયારે અમદાવાદ પાસે કેડિલા હેલ્થકેર છે જે કાર્તિક આર્યન જેવા છે જે હજુ પોતાને પુરવાર કરી શકયા નથી. કેડિલાએ પહેલી જાહેરાત કરી હતી કે એ વેકસિન વિકસાવી રહી છે, પણ હજુ સુધી એ આવી નથી. એ માત્ર રેમડેસિવરના મોટા ઉત્પાદક તરીકેની શ્રેષ્ઠ શંકાસ્પદ તફાવત જેવી ઓળખ મેળવી શકી છે.