Site icon Vibes Of India

પેગસસ કઈ રીતે કામ કરે છે?

ત્રણ સ્ટેપ્સમાં કામ કરે છે સ્પાયવેર પેગસસ, જાણો કઈ રીતે:

ટાર્ગેટ: કોઈ ટાર્ગેટના સ્માર્ટફોનમાં એક ‘ટ્રેપ લિન્ક’ તરીકે અલખાતી લિન્ક ક્લિક તથા એક્ટિવેટ કરવા માટે મોકલવામાં આવે છે અથવા તો ખૂબ જ અત્યાધુનિક “શૂન્ય-ક્લિક” હેક્સની જેમ એટલે કે કોઈ ઇનપુટ વિના પણ પોતાને ટાર્ગેટના સ્માર્ટફોનમાં એક્ટિવેટ થાય છે.

ઈન્ફેકટ: એનએસઓના માર્કેટિંગ મટીરિયલ્સ દર્શાવે છે કે આ સ્પાયવેર ફોનના સૌથી બેઝિક ફંક્શન્સને કોપી કરે છે અને તે બાદ ફોનના કેમેરા, માઇક, લોકેશન, કોલ લોગ્સ તથા કોનટેક્ટસના ડેટા પણ કોપી કરે છે.

ટ્રેક: ઈમ્પ્લાન્ટ થયા બાદ માહિતી એક ઓપરેટરને મોકલવામાં આવે છે જેથી ટાર્ગેટની સંવેદનશીલ માહિતી પ્રાપ્ત કરાય છે.