દુકાનમાં ચાલે છે શાળા, શું આવી રીતે ભણશે ગુજરાત ?

| Updated: January 7, 2022 4:22 pm

પ્રાથમિક શાળાની વાત કરીએ તો વિશાળ મેદાન તેમજ નળીયાના છાપરા સાથેની શાળા નજર આવે પરંતુ ધોરાજીમાં આ વાત ખોટી પડે છે.

ધોરાજીમાં 50 વર્ષથી ચાલતી શાળાએ એક રોડ પર આવેલ વ્યાપારી દુકાનમાં ચાલે છે.આજ ઉદાહરણ જોઈને સરકારના દાવા ભણશે ગુજરાત,આગળ વધશે ગુજરાત આ બધું વ્યર્થ સાબિત થાય છે.

ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં આવેલા રોડ પરની શાળા કે જેના અડધા શટરો બંધ અને અડધા ખુલા છે.જે દુકાનની અંદર શાળા ચાલી રહી છે.આ શાળામાં તમામ જાતની સુવિધા છે.લોખંડના શટર સાથેની આ દુકાનના ક્લાસ રૂમમાં પ્રોજેકટર,સ્માર્ટ બોર્ડ અને 147 જેટલા વિદ્યાર્થીઓ અને આ વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરી 6થી 8 જેટલા શિક્ષકો પણ હાજર છે.

પરંતુ આ શાળામાં ભણવા માટે સારું મકાન કે મેદાન પણ નથી અને ઉપરથી રસ્તા પર ચાલતો ઘોંઘાટ પણ વિદ્યાર્થીને તંગ કરે છે.50 વર્ષ જૂની આ શાળાના નવીનીકરણ માટે અનેક રજુઆતો અને માંગ થઇ છે.પરંતુ શાળાની આવી હાલત જોઇને સરકારી તંત્રને અહી રસના હોય તેવું વર્તાઈ રહ્યું છે.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના વાલીઓ સરકારને પ્રશ્ન કરી રહ્યા છે કે આવી હાલતમાં કેમ ભણશે ગુજરાત?કેમ આગળ વધશે ગુજરાત?

Your email address will not be published.