સુરતમાં હડકંપઃ આ યુનિવર્સિટીમાં 479 વિદ્યાર્થીઓમાંથી 57નો રિપોર્ટ પોઝિટિવ

| Updated: January 6, 2022 5:31 pm

રાજયમાં સતત કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે એક સમાચાર મળી રહ્યા છે કે સુરતમાં 479 માથી 57નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં 479 વિદ્યાર્થીઓમાંથી 57નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અને આ સમચાર મળતાની સાથે જ હાહાકાર મચી ગયો છે.આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે.

ગુજરાત સાથે સુરતમાં અને સુરત જિલ્લામાં કોરોના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.કોરોના કેસમાં 5 ગણો વધારો જોવા મળી રહ્યો છે.અને તેની સાથે સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે. વ્યવસ્થા તંત્ર અને સ્કૂલ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે.વિધાથીઓની તમામ તકેદારી રાખવામાં આવશે.


ગુજરાતની મહત્વની સમિટ વાઈબ્રન્ટ પણ કોરોનાના હેતુસર બંધ કરવામાં આવી છે.અને હવે સવાલ એ થાય છે કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે?…હાલની હાલત જોઇને શું સરકાર કોઇ નિર્ણય નહી લે? ઓફલાઈન સ્કૂલ ચાલુ રાખવી કે કેમ તે અંગે નિર્ણય આજ કાલમાં આવી શકે છે.

Your email address will not be published.