સોનાના ઘરેણાં પર HUID માર્કિંગ ફરજીયાત

| Updated: August 19, 2021 4:01 pm

સોના અને જરઝવેરાત ના બજારમાં કાર્યરત સોનીઓ અને ઝવેરીઓને સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલ HUID અને BIS લાયસન્સીંગ માટે ધ્યાન આપવું જરૂરી બની ગયું છે. નવા સરકારી નિયમો અનુસાર, 31 ડિસેમ્બર સુધીમાં તમામ સોનીઓએ પોતાના સ્ટોકમાં જુના હૉલમાર્ક વાળો કેટલો સ્ટોક છે તેની વિગતો જણાવવી પડશે, નહીંતર સ્ટોક સીઝ કરી દઈ શકાશે.  

સરકાર અને ભારતીય માનક બ્યુરો ( BIS ) દ્વારા નવો હોલમાર્ક નક્કી કરાયો છે જે HUID  ના નામે ઓળખાશે. આ એક ટ્રેસીંગ સિસ્ટમ છે જેના વડે હોલમાર્કનો લોગો, BIS નો લોગો તથા દાગીનો  ક્યાં, ક્યારે અને કોના વડે બનાવાયો તથા એની શુદ્ધતા અંગેની માહિતી મળી શકેશે. હાલ જે જુના દાગીના છે એના પાર આ નવી HUID  લગાડવાની જરૂર નથી. બીલમાં જ જણાવવાનું રહેશે કે  આ જૂનો દાગીનો છે.સૌરાષ્ટ્ર કચ્છ ના 50000 ઉપરાંત ઝવેરીઓમાંથી હજુ માત્ર 212 વેપારીઓએજ  સોનાનો જૂનો સ્ટોક જાહેર કર્યો છે, જે 2220 કિલો તથા સંખ્યા પ્રમાણે 37435 ઘરેણાં થાય છે.

અત્યારે 3300 જેટલા સોનીઓ પાસે BIS નું લાયસન્સ છે. HUID લેવામાં તકલીફ ના પડે એટલા સારું હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ ફરિયાદ રાજકોટના સોનીઓએ કરી છે. સવારના 9 થી રાતના 9 સુધી 7669089327 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાય છે. 

આ સિસ્ટમ થી ગ્રાહકને ફાયદો થશે અને જણાવાયેલી  ગુણવત્તા વાળું સોનુ ગ્રાહકોને મળવાનો ભરોસો રહેશે.

Your email address will not be published. Required fields are marked *