ઓઢવ ઘરના અણબનાવોના કારણે પતિએ પત્ની પર એસીડ એટેક કર્યો

| Updated: April 27, 2022 9:39 pm

ઓઢવમાં પતિ પત્નીના અણબનાવોના કારણે પત્ની અલગ રહેવા લાગી હતી. ત્યારે ઉશ્કેરાયેલા પતિએ તારે મને રાખવોનો કહી ઝઘડો કરીને પતિએ જ પત્ની પર એસીડ એટેક કર્યો હતો. જેના કારણે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ અંગે ઓઢવ પોલીસે પતિના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મુળ બનાસકાઠાના અને હાલ ઓઢવમાં 36 વર્ષીય મહિલાને તેના પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા નવ મહિનાથી બે દિકરાઓ સાથે અલગ રહેવા લાગી હતી અને એક કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતી હતી. ગત કાલે સાંજના સમયે મહિલા નોકરી પૂરી કરીને ઘરે જઈ રહી હતી ત્યારે તેનો પતિ ભરત પરમાર ત્યાં આવ્યો હતો અને મહિલાને ઉભી રાખીને તારે મને રાખવાનો છે તેમ કહેવા લાગ્યો હતો, જો કે મહિલાએ તમે તમારા મમ્મી સાથે સુખીથી રહો તેમ કહીને ઘર તરફ જવા લાગી હતી ત્યારે ઉશ્કેરાયેલા પતિએ મહિલા સાથે ઝઘડો શરૂ કર્યો હતો.

આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે, ઉશ્કેરાયેલા પતિએ મહિલાના માથાના ભાગે તથા શરીર પર એસીડ ફેંકીની ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી મહિલા જોરજોરથી બુમો પાડવા લાગી હતી, આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી.

આ બનાવની જાણ ઓઢવ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના પતિના વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

Your email address will not be published.