આઈશા આત્મહત્યા કેસમાં પતિ આરીફને 10 વર્ષની સજા

| Updated: April 28, 2022 2:55 pm

અમદાવાદમાં ચકચારી આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે પતિને દસ વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2021માં 25 ફેબ્રુઆરીના દિવસે સાબરમતી નદીમાં પતિ અને સાસરિયાના ત્રાસના કારણે આપઘાત કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ પણ થયો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપી આરીફની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.

અમદાવાદ સેશન્સ કોર્ટે આઈશા આત્મહત્યા કેસમાં વીડિયો અને વોઈસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્વનો પુરાવો ગણ્યો હતો. કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. તેની સાથે સાથે કોર્ટે આઈશાનો ગર્ભપાત થયો હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમજ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી.

“એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે” આ શબ્દો બોલી અને પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં દર્દ છુપાવતો વીડિયો બનાવી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલાં તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જિંદગીના અંત પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Your email address will not be published.