સુરતની યુવતીના નવ વર્ષ પહેલા અમદાવાદ ખાતે લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ પતિ અને સાસરિયા દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. લગ્નના નવ વર્ષ બાદ ખબર પડી કે તેનો પતિ ગે હોવાની વાતની જાણ થતા તે પોતાના ઘરે સુરત આવી ગઈ હતી. સાસરિયાઓ વિરુદ્ધ સુરતની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, યુવતીને તેનો પતિ ગે હોવાની વાતની જાણ થઈ ગઈ હતી. સાથે જ જાણ થયા અગાઉથી સાસરિયા દ્વારા સતત માનસિક અને શારીરિક રીતે પરિણીતાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. ત્રાસમાં કોઈ જ ઘટાડો ન થતાં આખરે કંટાળીને પરિણીતા સુરત પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી.
બાદમાં અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં રહેતા પતિ પ્રતિક, સાસુ મીનાબેન અને જેઠ ચિરાગ સામે પરિણીતાએ ફરિયાદ આપવાનું નક્કી કર્યું હતું. સાસુ મીનાએ અને જેઠ ચિરાગે પ્રતિકના ગે હોવાની વાત છૂપાવી રાખી હતી. પતિ પ્રતિક દ્વારા વારંવાર અપશબ્દો બોલી આપઘાત કરી લેવાની તથા ઘર છોડી દેવાની ધમકી આપવામાં આવતી હતી. વારંવારના અસહ્ય ત્રાસથી કંટાળી આખરે મહિલાએ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )