રાજકોટના રીબડા નજીક પરિણીતાનો મૃતદેહ મળ્યો: પતિએ જ હત્યા કરી હોવાનું કબુલ્યું

| Updated: November 26, 2021 2:57 pm

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા ગામના ગેઇટ સામે સજુ સમા નામની પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે રાજકોટની સહકાર સોસાયટીમાં રહેતા આરોપી પતિ સંદિપ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જ્યાં તેણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબુલ્યું હતું કે બન્ને એ પ્રેમલગ્ન કર્યા હતા અને પતિ સંદીપે જ પત્ની સજુ સમાની હત્યા કરી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

સૌ પ્રથમ આ ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ દોડી જઈ યુવતીના મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો. પરિણીતાએ પીળા રંગનું ટીશર્ટ અને બ્લેક કલરનું જીન્સનું પેન્ટ પહેર્યું હતું. પરિણીતાના મોઢા અને હાથના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પરિણીતાએ પહેરેલા ટીશર્ટ પર ‘એવરીવન લવ ડિફરન્ટલી’ લખેલું હતું.

પ્રાપ્ત વિગત મુજબ રીબડા ગામના ગેઇટ સામે જીન્સ અને ટી-શર્ટ પહેરેલી આશરે 25થી 30 વર્ષની યુવતીનો મૃતદેહ પડ્યો હોવાની જાણ તાલુકા પોલીસને થતા PSI એમ.જી. પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુની મદદથી એમ્બ્યુલન્સ મારફતે યુવતીના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે PSI એમ.જી. પરમારે જણાવ્યું હતું કે, પરિણીતાના પેટના ભાગે સિઝેરિયનથી ડિલિવરી કે ઓપરેશન થયાના ચેકાનું નિશાન જોવા મળતા પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ યુવતી પરિણીત અને શ્રમિક છે તેવું અનુમાન લગાવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *