સુરતના ડિંડોલી વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા

| Updated: May 3, 2022 8:50 pm

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પતિએ પત્નીની ગળું કાપી હત્યા કરી નાખવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર,પતિએ પત્નીની હત્યા કરતાં પહેલાં પુત્રને નાસ્તો લેવા બહાર મોકલ્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યાની જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પતિની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પતિ ફરાર થઈ ગયો હતો.

ડીંડોલી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં છેલ્લા ચાર વર્ષથી રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના વતની એવા હંસાબેન ઝાલા 22 વર્ષ પહેલા સુરભાઈ ઝાલા નામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન દંપતીને પુત્ર અને પુત્રી હતા. પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હોવાને લઇને પત્ની છેલ્લા ચાર વર્ષથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી હતી.

પતિ પત્નીને મળવા આવતો હતો અને ત્યારબાદ જતો રહેતો હતો. જોકે છેલ્લા ૨૦ દિવસથી પતિ સુરભા દારૂના નશામાં પત્ની અને પુત્રી સાથે ઝઘડો કરતો હતો, જેને લઇને છેલ્લા ૨૦ દિવસથી પતિ ઘરની બહાર રહેતો હતો. તે ભૂતકાળમાં પણ પત્ની સાથે અણબનાવને લઇને જીવલેણ હુમલો કરી ચુક્યો હતો. જો કે આજે સુરભા પોતાની પત્નીના હત્યા કરવા માટે ઘરે પહોંચ્યો હતો અને પુત્રને પૈસા આપીને નાસ્તો લેવા મોકલ્યો હતો, ત્યાર બાદ પત્ની ઘરમાં એકલી હતી ત્યારે પત્નીનું ગળુ કાપી કરપીણ હત્યા કરી નાખી હતી.

પતિ બન્ને બાળકોને મૂકીને ફરાર થઇ ગયો હતો, ત્યારે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં બૂમાબૂમ કરી મૂકી હતી જેને લઇને પડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. મહિલાની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

અહેવાલ: મયુર મિસ્ત્રી

Your email address will not be published.