હું નરેન્દ્ર મોદીથી ડરતો નથી અને ઇડીના દરોડા મને ડરાવી નહી શકેઃ રાહુલ ગાંધી

| Updated: August 4, 2022 1:44 pm

કોંગ્રેસના (#Congress) ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (#Rahul Gandhi) વડાપ્રધાન (#PM) પર આકરા પ્રહારો કરતા ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદીથી ડરતા નથી અને નેશનલ હેરાલ્ડ કેસમાં (#National Herald case)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (#Enforcement Directorate) કાર્યવાહીથી પણ તે ડરશે નહી.

રાહુલ ગાંધીએ આ પ્રતિક્રિયા દિલ્હીમાં ઇડીએ નેશનલ હેરલ્ડ હાઉસમાં યંગ ઇન્ડિયાની ઓફિસને સીલ માર્યાના એક દિવસ પછી આવી હતી. દિલ્હી પોલીસે તેમના નિવાસ્થાન અને પાર્ટી ઓફિસને થોડા સમય માટે બેરિકેડ કરી હતી.

રાહુલ ગાંધીએ સરકારની આ સમગ્ર પ્રક્રિયાને ધમકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે અમે ડરીશું નહી. અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી. તેઓ જે ઇચ્છે છે તે કરી શકે છે. તેનાથી કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણીઃ ઐતિહાસિક વિજય માટે ભાજપની નજર હવે મુસ્લિમ પ્રભુત્વવાળા મતવિસ્તારો પર

હું દેશ અને લોકશાહીનું રક્ષણ કરવા અને દેશમાં સંવાદિતા જાળવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ. તેઓ ગમે તે કરશું હુંમારુ કામ કરવાનું ચાલુ રાખીશ, એમ તેમણે યંગ ઇન્ડિયા ઓફિસને ઇડી દ્વારા સીલ કર્યા પછી તેમના પ્રથમ પ્રતિભાવમાં જણાવ્યું હતું.

બેરિકેડિંગ મુદ્દે તેમણએ જણાવ્યું હતું કે સત્યને બેરિકેડ કરી શકાતું નથી અને ઉમેર્યુ હતું કે તેમનો પક્ષ લોકશાહી માટે વિરોધ કરવાનું જારી રાકશે. કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર વિચારે છે કે અમારા પર થોડું દબાણ કરીને અમને ચૂપ કરી શકે તે્મ છે, પરંતુ અમે શાંત થઈશું નહી.તેમણએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિતશાહ આ દેશમાં અને લોકશાહીની પ્રક્રિયા વિરુદ્ધ જે પણ કરી રહયા છે તેઓ તે કરતા રહે. તેઓ ગમે તે કરશે અમે તેની સામે ઊભા રહીશું. તેઓની કોઈપણ પ્રક્રિયાથી અમને કોઈ ફેર પડતો નથી.

ઉલ્લેખનીય છે કે નેશનલ હેરલ્ડ કેસમાં ઇડીએ સમગ્ર દેશમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેની સાથે દિલ્હીમાં આવેલા હેરલ્ડ હાઉસમાં નેશનલ હેરલ્ડની ઓફિસને સીલ મારી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમારી સામે કરવામાં આવેલી કાર્યવાહી જ બતાવે છે કે સરકારને કોંગ્રેસની કેટલી ચિંતા છે. અમે તેમનાથી નહી તેઓ અમારાથી ડરે છે. જો આમ જ ન હોય તો વડાપ્રધાન મોદી અમારે ત્યાં ઇડીને શું કામ મોકલે. કોંગ્રેસ પક્ષ ફક્ત પક્ષ નથી એક આંદોલન છે, તેથી આવા કેટલાક દરોડાથી કોગ્રેસ પર અસર થાય તેમ માનવાને કોઈ કારણ નથી.

Your email address will not be published.