મુનમુન દત્તા એ પોતાનું રીએક્શન આપતા કહ્યું કે મારી કોઈ ધરપકડ નથી થઈ

| Updated: February 9, 2022 1:29 pm

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની એક્ટર એવી મુનમુન દત્તા ઉર્ફે બબીતાએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોતાની ધરપકડ મામલા અંગે ખુલાસો કર્યો છે. બબીતાએ જણાવ્યું હતું કે તે હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અંગે ગઈ હતી પરંતુ ત્યાં તેની ધરપકડ કરવામાં આવી ન હતી.

તેના પર દલિત સમાજની ટિપ્પણી કરવા પર આરોપ લાગ્યો હતો. ગયા વર્ષે મુનમુન દત્તા ની વિરુદ્ધ હરિયાણાના હાંસી પોલીસ સ્ટેશનમાં એક યુટ્યુબ વીડિયોમાં જાતિવાદી ટિપ્પણી કેસ નોંધવામાં આવ્યો હતો. મુનમુન દત્તા એ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેની હરિયાણા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ધરપકડ કરવામાં આવી નથી તે માત્ર પોલીસ સ્ટેશન પૂછપરછ માટે ગઈ હતી.

પોલિસના અધિકારીઓએ તેની સાથે 2 કલાક વાત કરી હતી અને બધી જ વાતો નોટ કરી હતી. હું પોલીસને સહકાર આપું છું અને હંમેશા આપીશ. આ ઉપરાંત તેણે એ પણ જણાવ્યું હતું કે આ ખોટા સમચારોથી હું પરેશાન છું જેથી મારા માટે આવી ખોટી અફવાઓ ન ફેલાવો અને તે જ્યારે શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના વિરૃદ્ધ આ રિપોર્ટ નોંધાયો હતો.

મુનમૂન દત્તાએ યુટ્યુબ પર એક વિડીયો શેર કર્યો હતો અને આ વિડીઓમાં તેણે દલિત જાતિવાદ શબ્દનો પ્રયોગ કર્યો હતો પરંતુ વિવાદ વધતાની સાથે જ આ વિડીયો તાત્કાલિક ડિલીટ કરીને તેણે જનતા સામે માફી માંગી હતી. તેણે જણાવ્યું હતું કે, આ શબ્દ વાપરવા પાછળ તેનો કોઈ ખરાબ ઉદેશ્ય ન હતો.

Your email address will not be published.