નવો આઇફોન 13s આ અઠવાડિયે માર્કેટમાં, નવા ફિચર્સમાં કાર્બન ફુટપ્રિંટ આવશે

| Updated: September 24, 2021 8:14 am

નવો આઇફોન 13s આ અઠવાડિયે માર્કેટમાં આવી રહ્યો છે. નવા મોડેલની ફિચર્સને લઈને ગ્રાહકો ખુબ જ ઉત્સાહિત છે. આગામી શુક્રવારે નવા મોડેલ સાથે આઇફોન 13s માર્કેટમાં આવી જશે.

આઈફોન પોતાના ગ્રાહકોને હંમેશા કાંઈક નવું આપવા ટેકનોલોજીમાં નવતર પ્રયોગો કરતું રહે છે. આ વખતે નવા આઈફોન 13sમાં કાર્બન ફૂટપ્રિન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા આઇફોન 13sમાં અપડેટ કરેલા ફિચર્સમાં નાના કાર્બન ફૂટપ્રિંટનો સમાવેશ થાય છે. iPhone 12ની સરખામણીમાં iPhone 13 72kg CO2e ગ્રીનહાઉસ વાયુઓમાં 64kg CO2e બહાર પાડે છે.

આઇફોન બનાવવા માટે મોટા પ્રમાણમાં દુર્લભ સામગ્રીની જરૂર પડે છે. એક અહેવાલ મુજબ, “નવો આઈફોન એક દાયકા સુધી સ્માર્ટફોનને રિચાર્જ અને ઓપરેટ કરવા જેટલી ઉર્જા લે છે.”

તાજેતરમાં કરાયેલા સર્વે મુજબ દર વર્ષે લગભગ 53.6m મેટ્રિક ટન ઈ-વેસ્ટ પેદા થાય છે.

જો કે, જૂનો સ્માર્ટફોનમાં વેચી નવુ મોડલ ખરીદવુ એ સૌથી ખરાબ બાબત છે. એપલના પોતાના મેટ્રિક્સ અનુસાર, ફોન પોતાના જીવનચક્ર દરમિયાન 81 ટકા કાર્બન ઉત્સર્જન કરી બહાર ફેંકે છે.

જો તમે પહેલાથી જ નવા આઇફોનને પ્રી-ઓર્ડર આપ્યો હોય તો તેને રદ્દ કરી શકાય છે. અગર તમે આઈફોન 13sનો પહેલેથી જ પ્રી-ઓર્ડર કરી લીધો છે અને તેને રદ્દ કરાવવામાં ઈચ્છો છો તો તે કરાવી શકો છો. એપલના સપોર્ટ પેજમાં આ માટેની વિવિધ સૂચનાઓ છે આપેલી છે. માત્ર કેટલીક ક્લીકસ કરીને તમારો ઓર્ડર કેન્સલ કરી શકો છો. એટલું જ નહી, ફોન આવ્યાના 14 દિવસ બાદ પણ ફોનને પરત કરી વળતર પરત મેળવી શકો છો.

Your email address will not be published. Required fields are marked *