“હમણાં મેડલ જીતવા પર જ ફોકસ છે, બાયોપિકની ઉતાવળ નથી” : નીરજ ચોપરાની સાફ વાત

| Updated: November 11, 2021 10:27 pm

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનાર નીરજ ચોપરાનું ઠેર ઠેર સન્માન થઈ રહ્યું છે અને તેમના જીવન પર બાયોપિક બનવાની છે. પરંતુ નીરજે કહ્યું કે અત્યારે તે મેડલ જીતવા પર જ ફોકસ કરવા માંગે છે, બાયોપિક હમણાં રાહ જોઈ શકે છે.
એક મુલાકાતમાં નીરજે કહ્યું કે તેઓ અત્યારે બાયોપિક બને તેમ નથી ઈચ્છતા. હજુ તેમણે થોડા મેડલ જીતવા છે જેથી ફિલ્મ પણ હિટ જાય.
હરિયાણામાં જન્મેલા જેવલીન થ્રોઅર ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવન્ટમાં ભારતને પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
તેમણે કહ્યું કે, “બાયોપિક બનાવવા માટે મારો સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ મને લાગે છે કે આ હજુ શરૂઆત છે. આ મારો પ્રથમ ઓલિમ્પિક હતો. મારે હજુ વધારે મેડલ જીતવાના છે. હું આ ફિલ્મ ફ્લોપ જાય તેમ નથી ઈચ્છતો.”
ટોકયો ગેમ્સમાં 23 વર્ષીય નીરજે સેકન્ડ રાઉન્ડમાં 87.58 મીટર સુધી ભાલો ફેંક્યો હતો જેનાથી એથ્લેટિક વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.
તેણે કહ્યું કે, “હું જ્યારે ભાલો ફેંકતો હતો ત્યારે હું મેડલ વિશે વિચારતો ન હતો. પરંતુ મને ખાતરી હતી કે મારો થ્રો સૌથી બેસ્ટ હશે.”

Your email address will not be published. Required fields are marked *