“હું જે સમયે અંબાણીની વિદેશી મૂડી વિશે કામ કરી રહ્યો હતો ત્યારે જ પેગાસસ દ્વારા મારો ફોન હેક થયો..”

| Updated: July 20, 2021 12:49 pm

દેશના વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા અંબાણી પરિવાર ની વિદેશ માં રહેલી સંપત્તિ અને મૂડી વિશે મહત્વપૂર્ણ રિપોર્ટ પર કામ કરી રહ્યા હતા ત્યારે પેગાસસ નામ ના સ્પાઇવેર એ પરંજોય નો ને ફોન હેક કરી, તેમના પર ખુફિયા રીતે જાસૂસી કરવાની શરૂઆત કરી.. પરંજોય તો જાણતા જ ન હતા કે તેમના ફોનમાં આવી કોઈ વસ્તુ દાખલ કરવામાં આવી છે. વિશ્વભરમાં પોતાની સિક્યુરિટી માટે પ્રસિદ્ધ એવા આઈફોન પર તેમને વિશ્વાસ હતો. એ વાતને આજે 24 કલાક પણ નથી થયા જ્યારે પરંજોય ને એ ખબર પડી કે વર્ષ ૨૦૧૮માં તેમની અંબાણી વિશે ના રિપોર્ટ પર નજર રાખવા માટે આવા કોઈ જાસૂસી સોફ્ટવેર તેમના પર મુકવામાં આવ્યા છે.. તેમને એક વર્ષ પછી ખબર પડી કે તેમના પર સતત નજર રાખવામાં આવી છે. ફ્રાંસ ની ફોરબિડન સ્ટોરીઝ સાથે સંકળાયેલી ભારતીય પત્રકાર સંધ્યા રવિશંકરે પરંજોય નો સંપર્ક કરી તેમને જણાવ્યું હતું કે તેઓ એક ખતરનાક સ્પાઇવેર ના શિકાર બન્યા છે અને તમને તેમનો ફોન તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરી વાળા ને સોંપી દે.

કેનેડા સ્થિત યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો ની ધ સીટીઝન લેબમાં ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી. આ તપાસ કરનાર ટેકનિકલ ટીમ હતી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ.

પરંજોય ઠાકુરતા સાથે આ અંગે જાનવી સૌનૈયા અને પૂજા કનજાણી એ વિશેષ વાત કરી.

“હું જે સમયે અંબાણીની વિદેશી મૂડી વિશે કામ કરી રહ્યો હતો ત્યારે જ પેગાસસ દ્વારા મારો ફોન હેક થયો..”

તેમણે જણાવ્યું, ” હું સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીના વિદેશી મૂડીરોકાણ અને સંપત્તિ વિશે તપાસ કરી રહ્યો હતો અને કેવી રીતે બન્ને ભાઈઓ મુકેશ અને અનિલ અંબાણીએ એક સુરક્ષિત સ્થળે થી બીજા સુરક્ષિત સ્થળ પર સંપત્તિઓ બનાવી ટેક્સ થી બચ્યા છે. એ રિપોર્ટ અત્યંત સંવેદનશીલ હતું અને દેશનું સૌથી શક્તિશાળી બિઝનેસ હાઉસ, રિલાયંસ, સાથે સંબંધ ધરાવતું હતું.

વિસ્તારમાં કહેતાં, તેમણે ઉમેર્યું, ” મેં બંને ભાઈઓ મુકેશ અને અનિલ ને વિસ્તૃતમાં લખેલા પ્રશ્નો મોકલ્યા હતા પણ મને કોઈ જવાબ મળ્યો નહીં. છેવટે ત્રણ મહિના પછી, વર્ષ 2019 માં મેં એ રિપોર્ટ ન્યુઝક્લિક પર પ્રકાશિત કર્યો.” 
એ વાત નોંધનીય છે કે આ ન્યૂઝ રિપોર્ટ પ્રકાશિત થયા પછી પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામે ભારત સરકારે ટેક્સ બાબતે કોઈ પણ પગલા લીધા નથી. 
માર્ચ એપ્રિલ મે 2018 દરમિયાન ઠાકુરતા એ આ ન્યૂઝ રિપોર્ટ પર કામ કર્યું એટલે જ તેઓ માને છે આ સૌથી મોટું કારણ છે જેના કારણે ભારત સરકારે તેમના પર જાસૂસી ગોઠવી.

આ રિપોર્ટ પછી તેઓ એક પુસ્તક પર કામ કરી રહ્યા હતા જ્યારે તેમના ફોન ની પ્રાઇવેસી પર વાર કરવા માં આવ્યો હતો. એ જાણીને તમને આશ્ચર્ય થશે કે એ પુસ્તક ફેસબુક અને વોટસએપ્ પર સરકાર પ્રેરિત ફેક ન્યુઝ અને કોમી પ્રોપોગોંડા / પ્રચાર વિશે વાત કરી હતી. 

“દેશમાં નફરત અને ખોટા સમાચાર ફેલાવવા અને એ પણ એક વ્યવસ્થિત માધ્યમ દ્વારા એના માટે સોશિયલ મીડિયા નો સૌથી મોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બીજી એક વાત હતી જેના પર હું કામ કરી રહ્યો હતો,” તેમણે અમને જણાવ્યું. 

“મને ગઈકાલે જ પેગાસસ વિષે ખબર પડી” 

“ફ્રાન્સના પેરિસ સ્થિત ફોરબિડન સ્ટોરીઝ, જે એક બિન – લાભકારી સંસ્થા છે તેના પ્રતિનિધિ અને ભારતીય મૂળના પત્રકાર સંધ્યા રવિશંકરે મારો સંપર્ક કર્યો. તેમણે મને જણાવ્યું કે મારા ફોન પર જાસૂસી થઈ રહી છે. ગઈકાલ સુધી મને ખબર નહોતી કે પેગાસસ અથવા બીજા કોઇ સોફ્ટવેર મારા પર નજર રાખી રહ્યા હતા પણ સંધ્યા અને એની ટીમે મને ફોન આપવા માટે સમજાવ્યા અને મારો ફોન ફોરેન્સિક તપાસ માટે આપ્યું જેથી એ વાત સમજી શકાય કેવી રીતે માર્ચ થી મે 2018માં મારા ફોન પર મારી જાસૂસી થઈ હતી. “

મને એવો વિશ્વાસ હતો કે મારો આઈફોન સુરક્ષિત છે પણ તેમણે જણાવ્યું કે આ સોફ્ટવેર iphone ને પણ ભેદી શકે છે. અને ત્યારે જ એમણે મને મારા કામ વિશે અને ખાસ કરીને કયા પ્રકારની સ્ટોરી પર હું કામ કરી રહ્યો હતો એના વિશે પૂછ્યું જેનાથી એક ખ્યાલ આવ્યો કે મારા માનવ અધિકારનો ભંગ થયો હતો. ” 

“મોદી સરકારે લોકોના ટેક્સના પૈસા થી જાસૂસી કરાવે છે” 

તેઓ (મોદી સરકાર )નથી સ્વીકારતી અને નથી એ વાતને નકારતી કે તેમણે કોઈ એજન્સી પાસેથી સ્પાઈવેર ખરીદ્યું છે.. પેગાસસ ખૂબ જ કીમતી સોફ્ટવેર છે અને તેની કિંમત લાખો મિલિયન ડોલર થાય છે. ભારતીય કિંમત પ્રમાણે અમારી ટીમે તપાસ કરી એ દરેક ફોન અથવા વ્યક્તિ પાછળ ઓછામાં ઓછા રૂપિયા ૫૦ લાખ નો ખર્ચ છે.. હવે તમે કલ્પના કરો ટેક્સ ભરતા લોકોના પરસેવાના કેટલા લાખો રૂપિયા ભારત સરકારે હકીકત ની શોધ કરતા પત્રકારો પર જાસૂસી માટે ખર્ચા હશે. 

“સોફ્ટવેર એજન્સી તેમની પ્રોડક્ટ ફક્ત સરકારને વેચે છે નહીં કે ખાનગી વ્યક્તિઓને. એક નાગરિક તરીકે મને એ વાતની ચિંતા થાય છે જ્યારે તમારા અને મારા પૈસા મારા પર જ નજર રાખવામાં આવે. મને જાણવું છે કે હકીકતમાં શું થઈ રહ્યું છે,” તેમણે જણાવ્યું. 

“શું સરકાર પાસે તેના પોતાના નાગરિકો પર જાસૂસી કરવાનો અધિકાર છે?” કાયદા પ્રમાણે મુખ્ય સચિવ અને ગહ મંત્રાલયની પરવાનગી આવશ્યક છે.. “શું આપણી સરકાર ક્યારે પરવાનગી માંગે છે? અમને ખબર નથી”

સરકારના ખાસ ગોદી મીડિયા પર આવી કોઈ જાસૂસી થઈ નથી.

 તેમના કહેવા પ્રમાણે પેગાસસ નો ઉપયોગ એવા જ પત્રકાર પર કરવામાં આવ્યો હતો જેઓ સરકાર ની પોલ અને અનીતિ ના કિસ્સાઓ પર કામ કરી રહ્યા હતા જેનો ઉપયોગ કરી તેઓ સરકાર સામે લાલ આંખ કરી તેમના કામો ને ખુલ્લા પાડવા હકીકત ના મૂળ સુધી પહોંચી રહ્યા હતા. સરકારની સાથે એવા અનેક સરકારના પ્રિય કોર્પોરેટ ગ્રુપ ની પણ પોલ ખોલ ની તૈયારી થઈ રહી હતી. 

બધા જ 49 પત્રકારો તેમના પર જાસૂસી થઈ છે તેઓ સરકાર નીતિઓ વિશે મહત્વપૂર્ણ રિપોર્ટ પર કામ કરી રહ્યા હતા.. શું કામ ગુનાહિત પ્રવૃત્તિ છે શું તે બધા જ આતંકવાદીઓ છે અને જો ન હોય તો શું કામ તેમના પર જાસૂસી કરવામાં આવી રહી છે ? ઠાકુરતા એ પોતાની વ્યથા અને ગુસ્સો ઠાલવતા કહ્યું. 
ભારતની સાથે મોરક્કો, હંગેરી, મેક્સિકો, બાહરેન, કઝાકિસ્તાન, રવાંડા, સાઉદી અરેબિયા, યુએઈ જેવા અનેક દેશો ટાર્ગેટ થયા છે.. એવું માનવામાં આવી રહ્યું છે કે આ બધા જ દેશો અને તેમના સર્વોપરી આ જાસૂસી કાંડ નો ભોગ બન્યા છે. દુનિયાભરના ૧૮૦થી વધુ પત્રકારો ની જાસૂસી કરવામાં આવી છે જેમાંથી 49 પત્રકારો ભારતના છે. ” જેઓ આક્રમક સવાલ પૂછે છે તેઓ જ આક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે અક્ષય કુમાર સવાલ પૂછે છે તમે કેવા પ્રકાર ની કેરી ખાઓ છો કેવી રીતે ખાઓ છો તેવા લોકોને કોઈ પરેશાની થતી નથી. અરે અર્નબ ગોસ્વામી અથવા સરકાર ના પ્રિય ગોદી મીડિયા માંથી કોઈના પર આવી જાસૂસી નથી થઈ.

જાસૂસીની એક સરખી રીત. 

તેમણે બીજી પણ એક વાત પર ધ્યાન દોર્યું કે જેમના પર જાસૂસી થઈ છે તેમાં એક ચોક્કસ રીત છે. “અમને એક સ્વતંત્ર સંસ્થા અને સંસદની સંયુક્ત કમિટી ની માંગ કરીએ છીએ જે સરકાર ના નિવેદન અને તેમની સામેના આક્ષેપો નિષ્પક્ષ પણ એ તપાસ કરે. સ્પષ્ટપણે દેખાઇ રહયું છે જે લોકોએ સવાલ પૂછ્યા એ લોકો પર જાસૂસી થઈ.” 

ભૂતકાળમાં ફોન ટેપિંગ કાંડ

તેઓ એ વાતથી સહમત છે કે કાયદાકીય રીતે તેમના ફોન ની તપાસ થઈ શકે છે પણ તેઓ એક વાત પૂછી રહ્યા છે કે” એનાથી સામાન્ય માણસને ફાયદો થશે ? ભૂતકાળમાં પણ ઘણા લોકોના ફોન ટેપ થયા છે અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રામકૃષ્ણ હેગડે ને ફોન ટેપિંગ કાંડ ના પગલે રાજીનામું પણ આપવું પડ્યું હતું.. આવી જ રીતે ભૂતપૂર્વ કોર્પોરેટ લોબીઇસ્ટ નીરા રાડિયા ના પણ ફોન ટેપ થયા હતા અને પ્રધાનમંત્રીએ આ મામલે તપાસ ની જાહેરાત કરી હતી. અહીંયા સવાલ એક જ છે કે શું આ બધી જાસૂસી કાયદાકીય રીતે થઈ હતી? ” 

“પત્રકાર તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે દેશના ભવિષ્ય અને ખાસ કરીને લોકતંત્ર ના ભવિષ્ય માટે, વાણી સ્વતંત્રતા માટે અને પત્રકારત્વ ના ભવિષ્ય માટે અત્યંત ચિંતિત છું,” કહેતા પરંજોય ગુહા ઠાકુરતા એ અમારી સાથે ની વાત પૂર્ણ કરી હતી. 

Your email address will not be published.