Rajasthan ના બાડમેરમાં IAF નું MIG 21 એરક્રાફ્ટ ક્રેશ; દુર્ઘટનામાં બંને પાયલોટના મોત

| Updated: July 29, 2022 10:55 am

ભારતીય વાયુસેનાનું MIG 21 એરક્રાફ્ટ 28 જુલાઈની રાત્રે રાજસ્થાનના બાડમેરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં બેઠા બંને પાયલોટના મોત નિપજ્યાં છે. વાયુસેનાના MIG 21 ટ્વીન સીટર ટ્રેનર એરક્રાફ્ટે બાડમેરના ઉતરલાઈ એરબેઝ પરથી ટ્રેનિંગ માટે ઉડાન ભરી હતી. રાત્રે 9 વાગ્યાની આસપાસ સ્થાનિકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.  

અકસ્માત અકસ્માત બૈતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો. પ્લેન ક્રેશ થતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. અકસ્માત એટલો મોટો હતો કે કાટમાળ એક કિલોમીટર સુધી ફેલાયેલો હતો. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

વાયુસેનાએ ટ્વિટ કર્યું: સાંજે 9:10 વાગ્યે, IAF મિગ 21 ટ્રેનર એરક્રાફ્ટનો ટ્રેનિંગ દરમિયાન પશ્ચિમી સેક્ટરમાં અકસ્માત થયો. બંને પાઈલટોને જીવલેણ ઈજાઓ થઈ હતી. IAF જાનહાનિ પર ઊંડો ખેદ વ્યક્ત કર્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી સાથે એરક્રાફ્ટની દુર્ઘટના અંગે વાત કરી હતી. IAF ચીફે તેમને આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી.

રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું, “રાજસ્થાનના બાડમેર પાસે IAFના મિગ-21 ટ્રેનર એરક્રાફ્ટની દુર્ઘટનાને કારણે બે એર વોરિયર્સના નુકસાનથી ખૂબ જ દુઃખી છું.”

MIG 21 એ તાજેતરના સમયમાં ઘણા યુવાન સૈનિકોના જીવ લીધા છે. 20 મેના અંતમાં, પંજાબના મોગામાં એક દુર્ઘટનામાં પાઇલટ અભિનવ ચૌધરીનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: રાજસ્થાનના જેસલમેર નજીક IAFનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ ક્રેશ: અકસ્માતમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું મોત

Your email address will not be published.