IAS અવનીશ શરણે તેમના પ્રિય પુસ્તકની તસવીરો શેર કરી

| Updated: July 5, 2022 11:51 am

IAS અધિકારી અવનીશ શરણે તેમની UPSC વખતે જે પુસ્તકનો ઉપયોગ કર્યો હતો તે પુસ્તકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પુસ્તકનું નામ ‘ધ વન્ડર ધેટ વોઝ ઈન્ડિયા છે જે, એ.એલ. બશમ દ્વારા લખાયેલી છે. અવનીશ શરણે 2002માં IASની પરીક્ષા આપી હતી જેમાં તેમને UPSC પરીક્ષાઓમાં ભારતમાં 10મો રેન્ક હાંસલ કર્યો હતો. IAS અવનીશ શરણ 2009 થી છત્તીસગઢ કેડરમાં છે.

અવનીશ શરણે ટ્વીટ કર્યુ કે, “મારા ભાઈએ UPSCની તૈયારી દરમિયાન મારા પ્રિય પુસ્તકની તસવીરો શેર કરી છે.”

એક ટ્વિટર વપરાશકર્તાએ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી કે મહેનત કરેલી હંમેશા લેખે લાગે છે.

અવનીશને IAS બનવાની પ્રેરણા IAS લોકેશ કુમાર સિંહથી મળી હતી. અવનીશ તેમના ઘરમાં એક વખત IAS લોકેશ કુમારનો ઇન્ટરવ્યુ જોઈ રહ્યા હતા ત્યારબાદ તેમણે IAS બનવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતીઓને વતન નથી છોડવું એટલે IAS ઓછા બને છે: મંત્રી નરેશ પટેલ

Your email address will not be published.