IAS પરીક્ષામાં ટોપ કરનાર પ્રથમ SC મહિલા ટીના ડાબી આજે જયપુરમાં એક ખાનગી સમારોહમાં ડૉ. પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરશે. દંપતીએ 22 એપ્રિલે શહેરની એક આલીશાન હોટેલમાં તેમના લગ્નના રિસેપ્શન રાખેલું છે, જેનું આમંત્રણ તેમણે મોકલ્યું છે.
જો કે, ડાબી અને ગાવંડે બંને પરિવારો બંનેના લગ્નથી ખુશ હોવાનું માનવામાં આવે છે. ભવ્ય સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.
ડાબી, 2016 રાજસ્થાન કેડરના અધિકારી અને 2013 કેડરના ગાવંડે હાલમાં જયપુરમાં પોસ્ટેડ છે. જ્યારે ટીના ડાબી હાલમાં રાજસ્થાન સરકારના સંયુક્ત નાણાં સચિવ (ટેક્સ) છે, ડૉ. ગાવંડે રાજસ્થાનની રાજધાનીમાં પુરાતત્વ અને સંગ્રહાલયના નિયામક તરીકે નિયુક્ત છે.
આ પણ વાંચો: સેટેલાઈટની આર એચ કાપડિયા સ્કુલમાં ગુજકેટની પરીક્ષા બેઠેલો વિદ્યાર્થી મોબાઇલ સાથે પકડાયો
બે આઇએએસ (IAS) અધિકારીઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન મળ્યા હતા, જ્યારે તેઓને પુરવઠો સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ટીના ડાબીએ જણાવ્યું હતું કે,”અમે રોગચાળા દરમિયાન મળ્યા હતા. તેમણે જ મને પ્રસ્તાવ મૂક્યો હતો અને મેં તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.”
આ ગાવંડેના પ્રથમ લગ્ન હશે. જ્યારે 29 વર્ષીય ડાબી બીજી વખત લગ્ન કરશે, ડાબીએ અગાઉ કાશ્મીરના આઈએએસ અધિકારી અતહર આમિર ઉલ શફી ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ઓગસ્ટ 2021 માં જયપુરની ફેમિલી કોર્ટ દ્વારા દંપતીને છૂટાછેડા આપવામાં આવ્યા હતા.