ગુજરાતમાં લમ્પી કેસોમાં વધારો થઇ રહ્યો છે.જેને લઇને પશુપાલકો અને ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.આ વચ્ચે આજે સવારે જામનગરમાં આવેલ કાલાવડમાં લમ્પી કેસને લઇને ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને ગાયોના મોત થતા તેના ઢંગલા જોવા મળ્યા હતા.
વધી રહેલા કેસોને રોકવા માટે એક જ માત્ર રસ્તો છે તે છે વેક્સિનેશન.જેને લઇને સરકાર તો કામગીરી કરી રહી છે પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે હજારો ગાયોના મોત આ લમ્પી કેસના કારણે થયા છે.સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સરકારે આ લમ્પી કેસોને ધ્યાનમાં ના લીધા.તાત્કાલિક ધોરણે વેક્સિનેશન પશુઓને આપવાની જરૂરત હતી.પરંતુ તે કામગીરી થઇ નહી અને અનેક પશુઓના મોત થયા છે.
કચ્છ, સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકામાં હજારો ગાયોના મોત થયા છે અને હજુ પણ આ રોગના કારણે પશુઓના મોત થઇ રહ્યા છે.આ સાથે તેઓએ કહ્યું કે સરકાર લઠ્ઠાકાંડને કેમિકલ કાંડમાં ખપાવવાનો પ્રયાસ થયા છે.તેમણે કહ્યું કે અમને મંજુરી આપો અમે વેક્સિનેશન કરાવીશું
આ સાથે તેમણે જણાવ્યું કે ગાયોનું જો ભાજપ સરકાર વેકસીનેશસન ન કરી શકતી હોય તો અમને કો અમે કરી આવશું ડોકટરો સાથે લઇને.
આમ આદમી પાર્ટી પોતાનું ફંડ ઉઘરાવી અને વેકસીન લાવી અને વેકસીનેશન કરીશું તેવું પણ તેમણે સાથે જણાવ્યું હતું.
અમે સરકાર પાસે માગ કરીએ છીએ કે આમ આદમી પાર્ટીને તમે પરમિશન આપો તો અમે અમારા ડોક્ટરોની ટીમ સાથે ગાયોનું વેકસીનેશન કરીશું. આ સાથે તેમણે જણાવ્યું કે મોદી ગુજરાત આવ્યા આમ છતા, લઠ્ઠાકાંડમાં 58 લોકોના મોત થયા તેના પર એક શબ્દ નથી બોલ્યા
આ સાથે તેઓ જણાવે છે કે ડેરીના ઉદ્ઘાટન માટે જાવામાં આવે છે અને ભાજપના નેતાઓ જે ગાય માતા દુધ આપે છે તેના પર નથી બોલતા.ગાયા માતા પર આજે ભાજપનો કોઇ નેતા બોલી રહ્યા નથી.
મીઠાના પાણીના ઇન્જેક્શન આપવામાં આવે છે અને મોત થઈ રહ્યા છે આમ છતાં ભાજપના નેતાઓ બોલતા નથી.