જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની ઇચ્છા રાખે છે તેના માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે.વિદેશ જવા વિઝા આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદમાં આવેલ નવરંપુરામાં પોલીસ દ્રારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને બે ઠગબાજોને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસે તપાસ કરતા માહિતી મળી હતી કે આ બનને એ મળીને આશરે 30 લોકો જોડેથી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું હતું.
આ આરોપીઓના નામની વાત કરવામાં આવે તો અનત સુથાર અને રવિ સુથાર છે. આ બંનેએ નવરંગપુરા વિસ્તારમાં આવેલા સી.જી. રોડ પર ઓફિસ ખોલી હતી.ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલવામાં આવી હતી.
જે વિદ્યાર્થીઓ કેનેડા, USA સહિત અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહેતા અને છેતરપિંડી કરી ફરાર થઇ ગયા હતા.58 લાખ 43 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થીઓ આ ઓફિસ પર ધક્કા ખાઇ રહ્યા હતા પરંતુ કોઇ જવાબ મળી રહ્યો ન હતો જેના કારણે તેઓ છેવટે નવરંગપુરા પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા.ટોટલ 30 લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.