શું તમારે LRD પરીક્ષા આપવાની છે, તો આ સમાચાર પહેલા વાંચી લેજો

| Updated: January 6, 2022 5:33 pm

કોરોનાના કારણે ગુજરાત વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે હવે LRD ભરતી પરિક્ષાને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વિટ કરીને LRDની શારીરિક પરીક્ષાને લઈને જાણકારી આપી છે.

ગુજરાત વાઈબ્રન્ટ સમિટ મોકૂફ થવાની સીધી અસર LRDની શારીરિક પરીક્ષા પર પડી છે. એલઆરડીની શારીરિક પરીક્ષા હવે તેની મૂળ તારીખે યોજાનાર છે. એડિશનલ ડીજીપી હસમુખ પટેલે આજે એક બાદ એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ અંગે એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકુફ રહેતા ગાંધીનગર ખાતે તારીખ 10, 11, 12 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવેલ શારીરિક કસોટી હવે મૂળ તારીખે લેવામાં આવશે જેથી ઉમેદવારોએ કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે કસોટી માટે પહોંચવાનું રહેશે.

જુનાગઢ ખાતે યોજાનારી એલઆરડી પરીક્ષાની તારીખો અંગે ટ્વીટ કરતા હસમુખ પટેલે લખ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા જુનાગઢ ખાતે તારીખ 8, 10, 11, 12, 13 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવેલ, શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ લેવામાં આવશે જેથી હવે આ તારીખના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા વાવ સુરત ખાતે તારીખ 8, 10, 11, 12 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવેલ, શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ લેવામાં આવશે. જેથી હવે આ તારીખના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તના કારણે તારીખ 05, 06, 07 જાન્યુઆરીના રોજ વાવ (સુરત)ના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તારીખ 25, 27, 28 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે.વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તના કારણે તારીખ 06, 07 જાન્યુઆરીના રોજ જુનાગઢના મેદાન ખાતેની મોકુફ રાખવામાં આવેલ શારીરીક કસોટી અનુક્રમે તારીખ 24 25 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે.

Your email address will not be published.