દારૂ પીવાના ઈરાદે તમે દીવ જવાનું આયોજન કર્યુ હોય તો માંડી વાળજો જાણો કેમ?

| Updated: July 5, 2022 12:02 pm

ગુજરાતના મોટા ભાગના લોકો દારૂ પીવા દીવ (Diu)દમણ જતા હોય છે.પરંતુ જો હાલના દિવસોમાં તમે દારૂ પિવા માટે દિવ જવાનો પ્લાન કર્યો હોય તો માંડી વાળજો.કેમકે ત્યાં જતો તો તમને પસ્તાવા સિવાઇ કંઇ નહી મળે.

ગુજરાતીઓ આવતા જતા તેઓ દિવ (Diu)ફરવા નિકળી પડતા હોય છે.વરસાદી વાતવરણ પણ રાજયમાં જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ હશે કે દિવ જઇએ.પરંતુ આજથી ત્રણ દિવસ દીવ (Diu)જવાના હોય તો પ્લાન કેન્સલ કરી નાંખજો કેમકે દીવમાં ત્રણ દિવસ દારૂબંધી કરવામાં આવી છે.5 જુલાઈથી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જેના કારણે તમને દિવમાં દારૂ 8 તારીખ સુધી નહી મળે.

દિવ(Diu) મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓને કારણે આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ સાથે તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.20 જૂનથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.આ મતદાનનું પરિણામ 9 જુલાઈએ જાહેર કરી દેવામાં આવશે.

દીવની(Diu) નાગરપાલિકાની ચૂંટણી

13 વોર્ડ ચૂંટણી થવા જઇ રહી છે જેમાં 19443 મતદારો વોટ કરશે.7મી જુલાઇએ મતદાનનું આયોજન થશે અને 9 જુલાઈએ પરિણામ આવી જશે.

Your email address will not be published.