ખડૂતો પોતાના પાકના ઉત્પાદન માટે ધણી બધી મહેનત કરતા હોય છે અને તેની સાથે જો કોઇ એવું ખાતર હોય કે જેના કારણે તેમની મહેનત કરતા પણ વધુ રંગ લાવે તો તે ખેડૂતોને ખુશ કરી દે તેવું આ ગણી શકાય.
તેની સાથે IFFCOના મેનેજિંગ ડિરેક્ટર યુએસ અવસ્થી કહ્યુ કે DAP અને અન્ય નેનો પ્રોડક્ટ્સ પણ થોડા જ સમયમાં આવી રહ્યા છે.નેનો યુરિયા લિક્વિડએ માત્ર પર્યાવરણીય અને માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે.અને તેની સાથે ખાદ્ય સુરક્ષા અને ઉત્પાદકતામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
(IFFCO)જે વિશ્વની ટોચની-300 સહકારી સંસ્થાઓમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો તેમને દાવો કર્યો છે કે નેનો યુરિયાના ઉપયોગને કારણે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ઓછા ખર્ચમાં વધુ નફો આપવાનું સામે આવ્યું છે.
ખેડૂતોની આવકમાં સરેરાશ 2000 રૂપિયા પ્રતિ એકરનો વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે જો વાત કરવામાં આવે તો તેમણે કહું કે 2021-22 દરમિયાન, IFFCO એ નેનો યુરિયાની 2.9 કરોડ બોટલનું વિક્રમી ઉત્પાદન કરે છે.