IIM અમદાવાદ 5 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ માટે સન્માનિત કરાયા

| Updated: January 6, 2022 9:19 pm

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદે યંગ એલ્યુમની એચિવર્સ એવોર્ડ્સ 2021ની 7મી શ્રુખલાના વિજેતાઓની જાહેરાત કરી છે. પુરસ્કારો 2015 માં શરૂ કરવામાં આવ્યા હતા. આઇઆઇએમ દ્રારા 45 વર્ષથી ઓછી વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યોગદાનની બદલ આ એવોર્ડ આપવામાં આવે છે

એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરતા, IIM અમદાવાદના ડાયરેક્ટર પ્રો. એરોલ ડિસોઝાએ જણાવ્યું હતું કે, “અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં મેળવેલ તેમની સિદ્ધિઓથી અમને ગર્વ છે. તેમની પસંદ કરેલી કારકિર્દીને સ્વીકારવા અને પુરસ્કાર આપવા માટે IIM યંગ એલ્યુમની એચિવર્સ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે. હું 2021 માટેના વિજેતાઓને વિશ્વાસ સાથે અભિનંદન આપું છું કે વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આગામી વર્ષોમાં તેમની સફળતાનું અનુકરણ કરશે અને તેમના અલ્મા મેટર માટે નામના લાવશે.”

આ પ્રસંગે બોલતા ડીન સરલ મુખર્જીએ જણાવ્યું હતું કે, “દર વર્ષે અમારી પાસે પ્રતિભાશાળી IIMA ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આ વિશાળ પૂલમાંથી વિજેતાઓને પસંદ કરવાનું મુશ્કેલ કાર્ય હોય છે. તેઓ તેમના કામ, તેમના વિચારો અને તેમના કાર્ય અને તેમની સંબંધિત સંસ્થાઓમાં જે મૂલ્ય ઉમેરે છે તેનાથી તેઓ અમને આશ્ચર્યચકિત કરવાનું ચાલુ રાખે છે. અમને તેમની સિદ્ધિઓ પર ગર્વ છે અને આશા છે કે વર્તમાન અને ભાવિ વિદ્યાર્થીઓ તેમની સફળતાથી પ્રેરિત થશે.”

Your email address will not be published.