જાણો 1 ઓગસ્ટથી કયા નિયમોમાં થયો ફેરફાર

| Updated: August 1, 2022 2:44 pm

1 ઓગસ્ટથી (1st August) કેટલાક નિયમો બદલાયા છે. જેમાં ગેસની કિંમત, બેકિંગ સિસ્ટમ, ITR, પીએમ કિસાન સમ્માન નિધિ, પીએમ પાક વીમા યોજનાના નિયમોમાં ફેરફાર થયો છે.

Bank Of Baroda એ બદલ્યો ચેક દ્વારા પેમેન્ટનો નિયમ

બેન્ક ઓફ બરોડાએ 1 ઓગસ્ટના (1st August) રોજ ચેક દ્વારા પેમેન્ટ કરવાનો નિયમ બદલ્યો છે. RBI એ બેન્ક ઓફ બરોડાને ગાઈડલાઈન આપી હતી. તેના અનુસાર 5 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. તેની અંતર્ગત બેન્કને ચેક સાથે જોડાયેલી જાણકારી SMS, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપથી આપવાની હોય છે.

PM Kisan યોજના માટે KYCના નિયમ બદલાયા

PM કિસાન સન્માન નિધિ યોજના માટે KYC ભરવા 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ખેડૂતો 1 ઓગસ્ટથી KYC નહી કરી શકે. ખેડૂતો પોતાના નજીકના કોમન સર્વિસ સેક્ટરની મુલાકાત લઈને પણ પોતાની ekyc કરાવી શકે છે. આ સિવાય ઘરે બેઠા ઓનલાઈન પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન ekyc કરાવી શકે છે. તેની છેલ્લી તારીખને લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી હતી. અગાઉ ekyc કરાવવાની છેલ્લી તારીખ 31 મે હતી.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માટે તમારે આ યોજનામાં તમારા પાકનો વીમો કરાવવો પડશે. જેનું રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવી નહીં શકાય. આ રજિસ્ટ્રેશન ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકાય છે.

LPGની કિંમતોમાં ફેરફાર

હર મહિનાની 1 તારીખે LPG ની કિંમતમાં ફેરફાર જોવા મળે છે ત્યારે આવી સ્થિતિમાં 1 ઓગસ્ટના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાની શક્યતા છે. કંપનીઓ આ વખતે ડોમેસ્ટિક અને કમર્શિયલ બન્ને રીતે ગેસ સિલેન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. અગાઉ ડોમોસ્ટિક ગેસ સિલિન્ડરોની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થયા હતા.

ITR 31 જુલાઈ પહેલા ફાઈલ ન કરવા પર 1 ઓગસ્ટથી ભરવો પડશે દંડ

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે ત્યાં સુધી ITR ફાઇલ કર્યું નહી હોટ ટુ 1 ઓગસ્તથી તમને લેટ ફી આપવી પડશે. જો આવકવેરાદાતાની કર યોગ્ય કરમ 5 લાખ રૂપિયા સુધી અથવા તેનાથી ઓછી હોય તો 1 હજાર રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવા પડશે. જો ટેક્સપેયરની ટેક્સેબલ આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો તેને 5 હજાર રૂપિયા લેટ ફી આપવી પડશે. 

આ પણ વાંચો: ગુજરાતના I-T અધિકારીઓ માટે ઇનકમટેક્સની નવી સિસ્ટમ તણાવનું કારણ છે

Your email address will not be published.