ઇમરાન ખાને મોસ્કોની મુલાકાતની કિંમત ચૂકવવી પડી છેઃ રશિયા

| Updated: April 5, 2022 1:32 pm

ઇમરાનને ફટકો, ચૂંટણીપંચનો ત્રણ મહિનામાં ચૂંટણી યોજવા ઇન્કાર, કમસેકમ છ મહિના લાગશે

મોસ્કોઃ રશિયાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સંબોધીને લખાયેલા ધમકીપત્રના સંદર્ભમાં જણાવ્યું છે કે ઇમરાન ખાને રશિયાની મુલાકાત રદ કરી ન હતી તેના પગલે અમેરિકાએ તેમને સજા કરી છે.

ઇમરાન ખાને અગાઉ પણ જણાવ્યું છે કે ફોરેન કન્ટ્રીને તે સત્તા પર રહે તે પસંદ નથી. તેની સાથે તેમણે મને દૂર કરવા માટે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકાવ્યો છે. આ રીતે તે પાકિસ્તાનને માફ કરવા માંગે છે. આ ફોરીન કન્ટ્રીને મારી સ્વતંત્ર વિદેશ નીતિ પસંદ નથી.

ઇમરાન ખાને જણાવ્યું હતું કે તેમને અપાયેલા ધમકીપત્રમાં ફક્ત શાસન બદલવાની જ નહીં પરંતુ સ્પષ્ટપણે તેમના વડાપ્રધાન પદેથી હટી જવાની વાત કહેવાઈ હતી. ફેબ્રુઆરીમાં રશિયાની મુલાકાત લેનારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રશિયા-યુક્રેન યુદ્ધને રોમાંચક ગણાવ્યું હતું. તેમણે રશિયામાં ઉતરાણ કર્યા પછી રશિયન અધિકારીને જણાવ્યું હતું કે હું કેવા સમયે આવ્યો છું, જબરજસ્ત ઉત્તેજના છે. તેમના રશિયાના સૈનિક સાથેના આ પ્રકારના સંવાદનો વિડીયો પણ વાઇરલ છે.

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન રાજકીય સ્થિતિ માટે અમેરિકા જવાબદાર નથી. તેથી પાકની વર્તમાન કટોકટીમાં અમેરિકાનો હાથ હોવાની વાત ખોટી છે. આ જ બાબત અન્ય દેશો માટે પણ સાચી છે. અમેરિકા સમાનતા અને કાયદાના શાસનમાં માને છે. અમેરિકા પાકિસ્તાનમાં કોઈપણ રાજકીય પક્ષને ટેકો આપતું નથી. તે ફક્ત બંધારણ અને લોકશાહીના સિદ્ધાંતોને જ સમર્થન આપે છે.

ઇમરાન ખાને દાવો કર્યો હતો કે તે અમેરિકા વિરોધી પણ નથી કે ભારત વિરોધી પણ નથી. તે પારસ્પરિક સન્માન સાથે બધા દેશો સાથે સારા સંબંધ ઇચ્છે છે. આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનના ચૂંટણીપંચે કમસેકમ છ મહિના સુધી ચૂંટણી યોજી શકાય તેમ કહીને ઇમરાન ખાનને વધુ એક ફટકો માર્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે આમ કરવાથી ઘણા બધા કાયદાકીય અને કાર્યવાહીના મોરચે પડકારોનો સામનો કરવાનો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને ત્રણ મહિનામિાં ચૂંટણી યોજવા જણાવ્યું હતું.

ચૂંટણીપંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારી કરવા કમસેકમ છ મહિનાનો સમય તો જોઈશે. તેમણે જણાવ્યું હતું કે મતવિસ્તારોમાં નવુ સીમાંકન થઈ રહ્યુ છે, તેમા પણ ખાસ કરીને બંધારણની 26મી જોગવાઈ હેઠળ ખૈબર પખ્તુનવામાં બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવનાર છે. આ જ રીતે જિલ્લા અને મતદાર વિસ્તાર દીઠ મતદાર યાદી તૈયારી કરવી સૌથી મોટો પડકાર છે.

Your email address will not be published.