હોદ્દાના નશામાં ધારાસભ્ય ભાન ભૂલ્યા: ઈમરાન ખેડાલાવાના પોસ્ટર ફાડી RTI કાર્યકર્તાઓ દ્વારા વિરોધ

| Updated: January 8, 2022 5:29 pm

અમદાવાદ: જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ફરી એકવાર વિવાદમાં સંપડાયા છે. બે દિવસ પહેલા ખેડાવાલાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ આરટીઆઈ એક્ટિવિસ્ટને ગંદી ગાળો આપી રહ્યા હતા. તે વીડિયોને લઈ આજે તમામ આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા તેમના પોસ્ટર ફાટી વિરોધ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયો દાણીલીમડા ખાતે આવેલ બેરલ માર્કેટનો છે. જેમાં ખેડાવાલા દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટને ગાળાગાળી કરીને કહેતા સંભળાય છે કે, આ લોકો બોગસ માણસો છે અને આરટીઆઈ કરીને ફેક્ટરીવાળાને હેરાન કરે છે. 50 હજાર, લાખ અને 5 લાખ રૂપિયા માગે છે. ખેડાવાલા એમ પણ આગળ કહે છે કે, હું એમની સામે ખંડણીનો કેસ કરવાનો છું. આ લોકો ફેકટરીઓ અને ઈન્ડસ્ટ્રીઝવાળાને હેરાન કરે છે.

ઓલ ઈન્ડિયા આરટીઆઈટના રાષ્ટ્રીય પ્રમુખે જણાવવામાં આવ્યું કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાના હોદ્દાના નશામાં ભાન ભૂલ્યા છે. તેઓ સમાજ સુધારક અને ભષ્ટ્રાચાર વિરોધી એક્ટિવિસ્ટને બેફામ અને ગંદી ગાળો બોલતા નજરે ચઢ્યા છે અને આવા અપશબ્દો જાહેરમાં બોલવા ભારતીય સંવિધાન અને કાયદાનું અપમાન થયું છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના દાણીલીમડા, નારોલ સહિતના વિસ્તારમાં અસંખ્ય ફેક્ટરીઓ આવેલી છે. જે ગેરકાયદેસર રીતે કેમીકલનું પાણી નદીમાં છોડતી હોય છે. જયારે આ પાણી આસપાસમાં આવેલ રહેણાંક વિસ્તારમાં ગટર મારફતે ઉભરાય છે. જેથી સ્થાનિકોએ ઝેરી રોગચાળાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જયારે સ્થાનિકોએ આરટીઆઈ એક્ટની મદદ લઈ ફેક્ટરી માલિકો સામે અવાજ ઉઠાવી હતી ત્યારે લોક માનિતા ધારાસભ્ય ઘણા ફેક્ટરી માલિકોના પક્ષે ઉભા રહી સ્થાનિકોનો વિરોધ પણ કર્યો હતો.

Your email address will not be published.