કોરોના ગાઇડલાઈનનો છડેચોક ભંગ: સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમની ઐસી તૈસી

| Updated: January 10, 2022 2:50 pm

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ નેતાઓ દ્વારા તાયફાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala Public meeting) ની ઓફિસમાં પબ્લિક મીટિંગના નામે લોકો ભેગા થયા હતા. ઘણા લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા અને અને સોશિયલ ડિસ્ટસિંગનો સંદતર અભાવ જોવા મળ્યો હતો.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ એક બાજુ તંત્ર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ નેતાઓ દ્વારા સરેઆમ ગાઈડલાઈનનું ભંગ કરતા દેખાઈ રહ્યા છે. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ( (Imran Khedawala Public meeting) ચાલી રહેલ કોરોના મહામારીમાં પબ્લિક મીટિંગનું આયોજન કરી રહ્યા છે. લોકોને તેમની ઓફિસે આવી રજૂઆત કરતા હોય છે. ત્યારે આજે તેમની ઓફિસમાં (Imran Khedawala Public meeting) 10 જેટલા લોકો ભેગા થયા હતા અને તેમાથી ઘણા લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટસિંગનો અભાવ પણ દેખાઈ રહ્યો હતો. જો કે, ધારાસભ્ય (Imran Khedawala Public meeting) પોતે જ માસ્ક વિના વટ સાથે બેસી ફોટાઓ પડાવી રહ્યા હતા.

આ પણ વાંચો: રિવરફ્રન્ટ સંત સંમેલન બન્યું સુપ્રર સ્પ્રેડર, ભાજપના 45 નેતા કોરોના સંક્રમિત

તાજેતરમાં જ દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ અધવચ્ચેથી જ ઉપરની સૂચનાને કારણે અટકાવી દેવાયો હતો. આ વર્ગ મોકૂફ રહેતાં ખુશખુશાલ થયેલાં ભાજપના શહેર ભાજપ મહામંત્રી કૌશિક જૈન સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ સેલિબ્રેશન ચાલુ કરી દીધું હોવાનું હતું.

રાજયમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. કેસ વધવાની સામે હાલ કોઈએ ડરવાની જરુર નથી, પરતું તમામ લોકોએ સાવચેતી રાખવાની જરુર છે. તમામ લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જરુરી છે. જેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાણવવું અને માસ્ક જરુર પહેરવું. વધુમાં તેઓએ જણાવ્યું કે, ઓમિક્રોનથી કોઈએ ડરવાની જરુર નથી એવું લોકોએ માનવું નહીં, ઓમિક્રોન ગમે ત્યારે ભયજનક અને જીવલેણ બની શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના કોટ વિસ્તારમાં ઘણા લોકોએ વેક્સિન લીધી નથી. અગાઉ પણ જમાલપુર વિસ્તાર કોરોનાના કેસો માટે હોટ સાબિત થયો હતો ત્યારે જવાબદાર ધારાસભ્ય (Imran Khedawala Public meeting) જ આ પ્રકારે વર્તે તો બીજા પાસે શું અપેક્ષા રાખી શકાય તે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

Your email address will not be published. Required fields are marked *