2020 માં મૃત્યુ પામેલા 45 ટકા લોકોને તબીબી સંભાળ મળી ન હતી

|Gujarat | Updated: May 5, 2022 4:15 pm

2020 નાં સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ) ડેટામાં ઘટસ્ફોટ થયો છે કે કોરોનાનાં રોગચાળા દરમિયાન લોકો માટે આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચવું કેટલું મુશ્કેલ હતું. 2020 માં મૃત્યુ પામેલા 45 ટકા લોકોને તબીબી સંભાળ મળી ન હતી.જે અત્યાર સુધીની સૌથી ઉંચી ટકાવારી છે.

2020નાં ડેટા હોસ્પિટલો અને અન્ય તબીબી સુવિધાઓમાં નોંધાયેલા મૃત્યુમાં તીવ્ર ઘટાડો પણ દર્શાવે છે. જ્યારે રોગચાળો ફેલાયો ત્યારે 2020માં કેટલાક મહિનાઓ સુધી, નોન-કોવિડ તબીબી સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી અથવા કામગીરી ઘટાડી દેવાઇ હતી.

ભારતમાં, અનેક હોસ્પિટલોમાં 80 થી 100 ટકા પથારીઓ કોવિડ દર્દીઓ માટે અનામત છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો નોન-કોવિડ બીમારીઓ માટે સારવાર મેળવી શક્યા ન હતા. સીઆરએસ ડેટાએ આ બાબતને પ્રથમ વખત દર્શાવી છે.તબીબી સહાયના અભાવે મૃત્યુ પામતા લોકોનું પ્રમાણ 2019માં 34.5 ટકા હતું જે વધીને 2020માં 45 ટકા થઈ ગયું છે, જે એક વર્ષનો સૌથી મોટો વધારો છે. તેની સાથે તબીબી સંસ્થાઓમાં 2019માં 32.1 ટકા મૃત્યું નોંધાયા હતા જે ઘટીને 2020માં 28 ટકા થઈ ગયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.

આ બે ડેટા જોકે કોઈ નવી અથવા અસામાન્ય બાબત દર્શાવતા નથી. તબીબી સહાયનાં અભાવે મૃત્યુનું પ્રમાણ છેલ્લા એક દાયકામાં સતત વધી રહ્યું છે, અને ઇન્સ્ટીટયુટ કે હોસ્પિટલમાં મૃત્યુનું પ્રમાણ ઘટી રહ્યું છે.આ વર્ષે ડેટામાં જે નવી બાબત છે તે મૃત્યુંનાં પ્રમાણમાં વધારા અને ઘટાડાનું પ્રમાણ છે. 2011માં નોંધાયેલા તમામ મૃત્યુમાંથી માત્ર 10 ટકા મૃત્યુ તબીબી સંભાળના અભાવથી થયા હતા. પરંતુ આ એ જ સમયગાળો હતો જ્યારે દેશમાં કુલ મૃત્યુમાંથી 70 ટકા કરતાં પણ ઓછાં મૃત્યુ નોંધાયાં હતાં, 2011માં માત્ર 67 ટકા.

જેમ જેમ મૃત્યુ નોંધણીનું સ્તર વધતું ગયું તેમ તેમ તબીબી સંસ્થાઓની બહાર થતાં મૃત્યુનું પ્રમાણ પણ વધતું ગયું. 2017 અને 2018 માં, સંસ્થાકીય મૃત્યુનું પ્રમાણ અને તબીબી સહાય વિનાના લોકોનું પ્રમાણ લગભગ સમાન હતું, દરેક નોંધાયેલા મૃત્યુમાં લગભગ તે એક તૃતીયાંશ છે. બાકીના એક તૃતીયાંશ મૃત્યુ એવા હતા કે જેમાં કોઈ તબીબી સંભાળની જરૂર ન હતી, અથવા ઘરે કેટલીક તબીબી સંભાળ મળી હતી જેની કોઇ માહિતી ઉપલબ્ધ ન હતી. 2019 સુધીમાં, તબીબી સંભાળના અભાવમાં નોંધાયેલા મૃત્યુનું પ્રમાણ સંસ્થાકીય મૃત્યુ કરતા વધુ હતું. પરંતુ રોગચાળાને કારણે, 2020માં આ વલણ અસામાન્ય રીતે બદલાયું હતું. 2021 ના ડેટામાં આ વલણ ચાલુ રહે તેવી શકયતા છે જ્યારે મોટી સંખ્યામાં કોવિડ મૃત્યુ પણ હોસ્પિટલની સારવારનાં અભાવનાં કારણે થયા હતા.

એકંદરે જોઇએ તો રજિસ્ટ્રાર જનરલની કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલા સીઆરએસ ડેટા દર્શાવે છે કે 2020માં દેશમાં 81.16 લાખ મૃત્યુ નોંધાયા હતા – જે આગલા વર્ષ કરતા લગભગ છ ટકા વધારે છે, જે જન્મ અને મૃત્યુની વધતી નોંધણી સાથે સુસંગત છે.

Your email address will not be published.