અમદાવાદમાં કોરોના વેક્સિન આપવામાં ચૂક,15 વર્ષના છોકરાને ખોટી વેક્સિન અપાઈ

| Updated: May 11, 2022 4:47 pm

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ હેલ્થ ડિપાર્ટમેન્ટે 15 વર્ષના છોકરાને  ખોટી વેક્સિન આપી હતી.છોકરાએ નવા આંબાવાડી મ્યુનિસિપલ રસીકરણ કેન્દ્રમાં કોવિડ -19 રસીનો શૉટ લીધો. ત્યારપછી,તેને ચક્કર આવવાની ફરિયાદ થતાં તેને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. આ બાબત ધ્યાનમાં આવતા માતાપિતાએ રેકોર્ડની માંગણી કરી હતી અને મ્યુનિસિપલ અધિકારીઓને પેરામેડિક સ્ટાફ દ્વારા ડોઝ કાઢવામાં આવેલી શીશીને પણ જાહેર કરવા કહ્યું હતું. 

રસીકરણ કેન્દ્રમાં અન્ય શાળાના બાળકો પણ હાજર હતા જેમને તે જ શીશીમાંથી રસીની માત્રા આપવામાં આવી હતી પણ તેમને કંઈ થયું ન હતું. આ કેસ પછી અધિકારીઓએ  માતા-પિતાને ખાતરી આપવી પડી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં કોરોનાની ભયાનક ગતિ, 24 કલાકમાં 2 મોત, પોઝિટિવ કેસ 1400ને પાર

છોકરાના માતા-પિતાનો આરોપ છે કે છોકરાને ફરજિયાત કોવેક્સિન સામે કોવિશિલ્ડ ડોઝ આપવામાં આવ્યો હતો. જો કે, અધિકારીઓએ છોકરાને કઈ વેક્સિન આપી હશે તેની તપાસ કર્યા બાદ ટૂંક સમયમાં જ સ્પષ્ટતા આપવામાં આવશે.

ગુજરાતે 24 કલાકમાં પ્રથમ ડોઝ માટે 2,894 અને બીજા ડોઝ માટે 24,638 વ્યક્તિઓને રસી આપી. કુલ મળીને, 5.39 કરોડ કોવિડ રસીના પ્રથમ અને 5.15 કરોડ બીજા ડોઝ આપવામાં આવે છે. રાજ્યએ 12-14 વર્ષની વય જૂથના બાળકોને 13,277 સેકન્ડ ડોઝ આપ્યા, જે કુલ 8.67 લાખ સુધી પહોંચી ગયા.

Your email address will not be published.