અમરેલીના બગસરામાં સિંહ 5 વર્ષની સામે રમતી બાળકીને પિતાની સામે સિંહ ઉપાડી ગયો

| Updated: May 3, 2022 6:35 pm

અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામમાં સોમવારે સાંજે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે એક સિંહે (lion) ખેતરમાં આવી રમતી બાળકી પર હુમલો કર્યો હતો.

સિંહે (lion) 5 વર્ષની બાળકીને પકડીને તેના મજબૂત જડબા વડે તેને અડધો કિલોમીટરથી વધુ દૂર ખેંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું.

તે સમયે તેની સાથે રહેલા પીડિતાના પિતાએ સિંહનો (lion)પીછો કરીને તેને બચાવવામાં સફળતા મેળવી હતી, પરંતુ તે તેના જીવને બચાવવામાં અસમર્થ થયા હતા.

સમગ્ર ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા અને વન વિભાગના કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. જોકે, આ ઘટના પહેલા જ બાળકનો જીવ જતો રહ્યો હતો.

સુક્રમભાઈ રોજીરોટી મેળવવા ખેત મજૂરી કામ કરે છે. સોમવારે સાંજે તેમની 5 વર્ષની પુત્રી નિકિતા વાડી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રમતી હતી ત્યારે આ ઘટના બની હતી.

બાળકના મોત બાદ ગ્રામજનોએ વનવિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જવાબ માંગ્યો હતો. તેમણે કહ્યું કે સિંહને તાત્કાલિક પકડી લેવા જોઈએ અને પ્રાણી વધુ માણસો પર હુમલો ન કરે તે માટે બંધ પાંજરું રાખવું જોઈએ. વિભાગ એ જ રાત્રે પ્રાણીને પાંજરે પુરવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો-IPL 2022: 29 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ યોજાશે

અમરેલી જિલ્લામાં સિંહોના (lion)હુમલાની આ પહેલી ઘટના નથી. ગત ઓક્ટોબર માસમાં સાવરકુંડલા તાલુકાના ગોરાડકા ગામમાં સિંહના હુમલામાં 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. 2021 ની શરૂઆતમાં, ધારી તાલુકામાં એક 35 વર્ષીય વ્યક્તિને સિંહ દ્વારા કચડી નાખવાથી ગંભીર ઇજાઓ થઈ હતી.તેની સાથે બગસરાના લુંધીયા ગામમાં પણ આવી ધટના બની હતી આ દિપડાએ (lion)તો પશુ સાથે લોકોને પણ ભક્ષી ગયો હતો ધરે ધરે જઇને મારણ કરવા લાગ્યો હતો જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા તાત્કાલિક પગલા ભરી તેને પક્ડી પાડવામાં આવ્યો હતો.

Your email address will not be published.