લેખિકા અપર્ણા પિરામલ રાજેની માનસિક બીમારી સાથેના સંઘર્ષની વાત

| Updated: July 4, 2022 10:46 am

લોકડાઉનનો સામનો બધાએ પોતપોતાની રીતે કર્યો હતો.તેમાંના એક અપર્ણા પીરામલ રાજેએ માનસિક બીમારી સામેના તેમના સંઘર્ષ પર એક પુસ્તક લખ્યું હતું. “કેમિકલ ખીચડી: હાઉ આઇ હેક્ડ માય મેન્ટલ હેલ્થ.” જેમાં અપર્ણાના બાયપોલેરિટી સાથેના સંઘર્ષની વાત કરે છે.ઓક્સફર્ડ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થી તરીકેના તેના શરૂઆતના દિવસોથી માંડીને પારિવારિક બિઝનેસમાં જોડાવા અને તેમાંથી બહાર નીકળવાથી (તેના પિતા દિલીપ પિરામલ વીઆઇપી લગેજ ફેમ વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન છે) માંડીને લેખિક તરીકેની સફર સુધીની વાત તેમાં છે. બે છોકરાઓની માતા એવી 46 વર્ષીય અપર્ણા, કોલમિસ્ટ, પબ્લિક સ્પીકર અને અનંત નેશનલ યુનિવર્સિટી અમદાવાદમાં વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર પણ છે. Vo! સાથેની વાતચીતમાં, તે લચીલાપણું, ધર્મ અને કેવી રીતે તેમણે આટલા લાંબા સમય સુધી બાયપોલર (દ્વિધ્રુવીય) લેબલને ટાળ્યું તેના વિશે વાત કરી હતી.

Vo!: તમારા પુસ્તકની એક વિશેષતા તમે મિત્રો, કુટુંબીજનો, સહકાર્યકરો, ડોકટરોએ તમારા બાયપોલરિટી સાથે કેવી રીતે વ્યવહાર કર્યો તેનો જે રીતે ઇન્ટરવ્યુ કર્યો તે છે.તમે તેમને કેવી રીતે તૈયાર કર્યા?

અપર્ણા: મેં નક્કી કર્યું હતું કે મારે માત્ર સંસ્મરણો લખવા નથી. એવા ઘણા લોકો છે જેમણે આવું  પહેલા કર્યું હતું. હું ઇચ્છતી હતી કે પુસ્તક ઇકોસિસ્ટમમાં ઉપયોગી બને અને તેમાં દરેકનો પોતાનો અવાજ હોય. કેટલાક એવા હતા જેમણે ઇન્ટરવ્યુ આપવાની ના પાડી હતી. કેટલાકે મને આ પુસ્તક નહીં લખવા પણ સલાહ આપી હતી. હું મારા લેખનને લચીલા કાર્ય તરીકે જોઉં છું.  સ્પષ્ટતા અને સ્વ-જાગૃતિ માટે મેં હંમેશા એક જર્નલ રાખ્યું છે અને પુસ્તકમાં તેમાંથી ઘણો સાર લીધો છે.મેં લોકડાઉન દરમિયાન લખ્યું હતું અને તેણે મને એવા સમયગાળામાંથી પસાર થવામાં મદદ કરી હતી જે માનસિક સમસ્યાઓ ધરાવતા લોકો માટે ખરેખર મુશ્કેલ હતો.

Vo!: તમારા માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના કારણે તમારા પિતાએ તમને પરિવારની ઓફિસ ફર્નિચર કંપનીના સીઈઓ પદેથી દૂર કર્યા તેનો તમે કેવી રીતે સામનો કર્યો?
અપર્ણા: હું તે સમયે હાયપોમેનિક તબક્કામાંથી પસાર થઈ રહી હતી અને મારા પિતાએ કહ્યું કે મારે બીજું કંઈક કરવું જોઈએ. તે ભયાનક હતું. હું 27 વર્ષની હતી, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની ગ્રેજ્યુએટ હતી અને હું તે સ્વીકારવા તૈયાર નહોતી. હું સાજી થઈ ગયા પછી, ફરી બિઝનેસમાં જોડાઇ હતી થોડો સમય સારું કામ કર્યું. પરંતુ તે પછી બિમારી વધી. ત્યારે મારા પતિ, મમ્મી અને બહેને મને તેમાંથી બહાર નીકળવાની સલાહ આપી.

Vo!: દીપિકા પાદુકોણે તાજેતરમાં તેના ડિપ્રેશન સાથેના સંઘર્ષ વિશે વાત કરી છે. શું સર્જનાત્મકતા અને માનસિક બીમારી વચ્ચે કોઈ સંબંધ છે?
અપર્ણાઃ માનસિક બીમારી ઘણીવાર તણાવને કારણે થાય છે, પરંતુ મને ખબર નથી કે તેને ક્રિએટિવિટી કે સેલિબ્રિટી સાથે કોઈ સંબંધ છે કે નહીં. સત્તાવાર અંદાજ મુજબ, એક ટકા વસ્તી બાયપોલર છે, જે મોટી સંખ્યામાં છે. માનસિક બીમારીવાળા વ્યક્તિની આસપાસના માતા-પિતા, ભાઈ-બહેન, મિત્રો, પડોશીઓ, સહકર્મચારીઓ સહિત દરેક વ્યક્તિ પર પણ તેની અસર થાય છે. . માનસિક સ્વાસ્થ્યના અનેક પ્રશ્નો સમાજમાં  છે. હું નસીબદાર છું કે હું એક સંપન્ન પરિવારમાંથી આવું છું અને મારા મૂડમાં બદલાવ નાણાકીય સમસ્યાઓને કારણે થતો નથી, જે તણાવનું સૌથી મોટું કારણ છે. મારા માટે એ પણ મોટી વાત છે કે મારા નજીકના વર્તુળમાંથી કોઈએ પણ મારી સમસ્યાથી સહેજ પણ શરમ અનુભવી નથી.  

Vo!: પરંતુ તમને તબીબી સહાય લેવામાં 13 વર્ષ લાગ્યાં…
અપર્ણા : મેં વિચાર્યું કે હું દવા વિના જ તેમાંથી બહાર આવી જઇશ.2002માં, હું હાર્વર્ડના એક સાઇકિયાટ્રિસ્ટને મળી હતી જેણે કહ્યું હતું કે હું બાયપોલર નથી, પરંતુ મને મુડના ચડાવ-ઉતારને કન્ટ્રોલ કરવાની જ સમસ્યા છે. તેમણે કાઉન્સેલિંગનું સૂચન કર્યું. મુંબઈમાં મારી સાઇકિયાટ્રિસ્ટ રાધિકા શેઠને દવાઓ અને મારા બાયપોલર હોવા વિશે શંકા હતી. 2013માં હું એક ખાસ કરીને ખરાબ મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી પસાર થઇ તે પછી જ અમને સમજાયું કે મારે તાત્કાલિક ડોકટરની સલાહની જરૂર છે. આ તે સમયે થયું જયારે હું મુંગેરમાં બિહાર સ્કૂલ ઓફ યોગના આશ્રમમાં એકાંત માટે ગઇ હતી અને મારા પતિ અમિતે મને લેવા મુંગેર આવવું પડ્યું. ઘરે પાછા ફર્યા બાદ મને લિથિયમ આપવાનું શરુ કરાયું જે બાયપોલર માટેની સોથી નિવડેલી દવા છે.

Vo!: તમે આધ્યાત્મિક ચિકિત્સા વિશે પણ લખો છો અને ધર્મની વિભાવનાનું પણ વિશ્લેષણ  કરો છો…
અપર્ણાઃ મેં સાત થેરાપી વિશે લખ્યું છે જેણે મને મદદ કરી છે, જેમાં મેડિકલ થેરાપીનો પણ સમાવેશ થાય છે. એક ઉપચાર છે પ્રેમાળ કુટુંબ,મિત્રો અને સહાનુભૂતિ ધરાવતા સાથીઓ વચ્ચે રહેવું. યોગ્ય પ્રકારનું કામ અને જીવનશૈલી પણ અન્ય ઉપચાર છે. મેં ધર્મ વિશે સ્વ-ઉપચાર અને આધ્યાત્મિક ઉપચારના ભાગરૂપે લખ્યું છે. હું માનું છું આપણે સામાન્ય રીતે સમજીએ છીએ તેમ ધર્મની વ્યાખ્યા કર્તવ્ય દ્વારા કરવામાં આવતી નથી, કારણ કે તે તમારો કુદરતી સ્વભાવ છે, તમારી ઓળખ છે. પણ મને ખોટી સમજતા નહિ. હું મારી માનસિક બીમારીને મારી એકમાત્ર ઓળખ તરીકે જોતી નથી. તે એક તબીબી સ્થિતિ છે, મારા વ્યક્તિત્વથી અલગ છે.  

Vo!: તમારી બહેન રાધિકા લેસ્બિયન હોવાનું સ્વીકાર્યું તેની સરખામણીએ બાયપોલર તરીકે બહાર આવવું કેવું છે?
અપર્ણા : રાધિકા હંમેશાં એક મોટી પ્રેરણા રહી છે. હું તેને વિટામિન રેડ્સ કહું છું અને મારું પુસ્તક તેને સમર્પિત છે. તેના અને મારા બહાર આવવામાં સમાનતા છે. માનસિક સ્વાસ્થ્ય પણ એક અદૃશ્ય સ્થિતિ છે જેને છુપાવવી સરળ છે. કુટુંબ ન સ્વીકારે તો બહારની દુનિયામાં આવવું મુશ્કેલ છે.  

Vo!: શું તમે પીરામલ ફેમિલીને સારાભાઈ ફેમિલી જેવું બનતું જોઈ શકો છો, જેઓ બિઝનેસ માટે ઓછા અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિઓ માટે વધુ જાણીતા છે?
અપર્ણા: એમાં કોઈ શંકા નથી કે અમે એક અસામાન્ય કુટુંબ છીએ. પરંતુ મને લાગે છે કે પિરામલ અન્ય કોઈ પણ બાબત કરતાં વધુ એક બિઝનેસ ફેમિલી તરીકે જાણીતું રહેશે. મેં બિઝનેસ છોડી છોડી દીધો છે પરંતુ મારી બહેન રાધિકા હજુ પણ વીઆઇપી ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી છે. અમારો એક મોટો પરિવાર છે, જેમાં મારા કાકા અજય પીરામલનો સમાવેશ થાય છે.

Vo!: પુસ્તક પબ્લિશ થયું ત્યારથી તમારા માટે કેવું રહ્યું?
અપર્ણા: પુસ્તક સારું જઇ રહ્યું છે અને તેનાથી લોકોને ફાયદો થઈ રહ્યો હોય તેવું લાગે છે. દાખલા તરીકે, મેં આ પુસ્તકમાં જે સ્ટાર્ટ-અપનો ઉલ્લેખ કર્યો છે તેમાંનો એક સ્ટાર્ટ-અપ કહે છે કે ઘણા વધુ લોકો તેમના માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સાથે તેમના સુધી પહોંચ્યા છે. ઘણા દર્દીઓ અને તેમની સંભાળ રાખનારા લોકો તેમની ચિંતાઓ સાથે મને ખાનગીમાં પત્ર લખે છે. હું ચિકિત્સકોને જાણું છું જેઓ તેનો ઉપયોગ તેમના ઉપચારમાં કરી રહ્યા છે. માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ ન ધરાવતા લોકોને પણ તે રેસિલિઅન્સ,કરેજ અને વલ્નરેબિલિટિની પ્રેરણાદાયી વાર્તા લાગે છે.

Your email address will not be published.