ગોમતીપુરમાં માતા સાથે પ્રેમ સબંધ હોવાની શંકામાં પુત્રી અને તેના પ્રેમીએ યુવકની હત્યા કરી

|Ahmedabad | Updated: May 17, 2022 5:12 pm

અમદાવાદ,

ગોમતીપુરમાં માતા સાથે પ્રેમ સબંધ હોવાની આશંકાના કારણે પુત્રી અને તેના પ્રેમીએ યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હુમલામાં અનેક ઘા મારી કરપીણ હત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કેવલ ચોકમાં મધુબહેન લલ્લુભાઇ દંતાણી તેમના દિકરા બીજલ સાથે રહેતા હતા તેમના દિકરા બીજલને તેમના જ વિસ્તારમાં રહેતી તેજસ્વીની માતા સાથે પ્રેમ સબંધ હોવાનો ઝઘડો ચાલી રહ્યા હતો. દરમિયાન ગઇ કાલ સવારે બીજલ તેમના જ વિસ્તારમાં આવેલા હરીભાઇ ગોદાણી સર્કલ પાસે ઉભો હતો. આ સમયે તેજસ્વી અને તેનો પ્રેમી કરણ ત્યાં આવ્યા હતા. બન્નેએ બીજલને પ્રેમ પ્રકરણ બાબતે ઝઘડો શરુ કર્યો હતો અને બીજલને માર મારતા હથિયારથી ઇજાઓ કરી હતી. ગંભીર ઇજાઓ થતાં બીજલ નીચે પટકાયો હતો અને લોહીલુહાણ થઇ ગયો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો એકત્ર થઇ ગયા બીજલને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ હજુ સુધી આરોપી સુધી પહોચી શકી નથી.

Your email address will not be published.