ગુજરાતના ખેડૂતોને સશક્ત બનાવવા અને તેના ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાવાળા ફળો અને શાકભાજી ઓફર કરવાના પ્રયાસરૂપે, એમેઝોન રિટેલ ઈન્ડિયાએ પ્રાંતિજ ખાતે ગુજરાતમાં તેનું પ્રથમ કલેક્શન સેન્ટર શરૂ કર્યું છે.
એમેઝોન ફ્રેશના ભારતમાં પહેલેથી જ સાત કલેક્શન સેન્ટર છે જેમાંથી ચાર મહારાષ્ટ્રમાં, એક હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં છે. એમેઝોન રિટેલ હજારો ખેડૂતો સાથે કામ કરી રહ્યું છે કારણ કે તે સમગ્ર દેશમાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય-ચેઈન નેટવર્કને વધારી રહ્યું છે.
પ્રાંતિજ કલેક્શન સેન્ટરમાં તાપમાન-નિયંત્રિત સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. એમેઝોને કહ્યું કે આ સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા તાજા ફળો, પાંદડાં અને શાકભાજી પ્રદાન કરે છે.
ખેડૂતો પાસેથી ઉત્પાદન મેળવ્યા પછી, એમેઝોન રિટેલ ઈન્ડિયા તેના સંગ્રહ કેન્દ્રમાં ફળો અને શાકભાજીની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ, તે અનેક તબક્કામાં વસ્તુઓનું સતત નિરીક્ષણ કરે છે.
ફળો અને શાકભાજીને પછી પ્રોસેસિંગ કેન્દ્રો પર મોકલવામાં આવે છે જ્યાં તેને અલગ-અલગ કદમાં સૉર્ટ, ગ્રેડ, જિયો-ટેગ અને પેક કરવામાં આવે છે.
ગુજરાત સરકારના બાગાયત વિભાગના નાયબ નિયામક દિનેશ પટેલે જણાવ્યું હતું કે, “બાગાયત વિભાગ એમેઝોનને ઓર્ગેનિક ખેડૂતોને સંગ્રહ કેન્દ્રમાં લાવવા અને વધુ સારી ગુણવત્તાના ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરવા સક્ષમ બનાવવા માટે મદદ કરશે.”
આ પણ વાંચો: કચ્છના પ્રજાજનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીનો વધુ એક જનહિતકારી નિર્ણય