ગુજરાતમાં કોરોનાએ ફરીથી કર્યો પગપેસારોઃ નવા 15 દર્દીમાં અમદાવાદના 8 અને વડોદરાના 4

| Updated: April 18, 2022 10:53 am

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ બે મહિનાની શાંતિ રાખ્યા પછી ફરીથી દેખા દીધી છે. રાજ્યમાં કોરોનાના નવા પંદર દર્દી નોંધાયા છે. તેમા અમદાવાદના આઠ છે અને વડોદરાના ચાર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 12,13,095 દર્દી કોરોનાના ઝપેટમાં આવ્યાનો સત્તાવાર આંકડો છે. આમ ગુજરાતમાં કોરોનામાંથી સારા થવાની ટકાવારી 99.10 ટકા છે.

હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 120 સક્રિય કેસ છે. જો કે રાહતજનક વાત એ છે કે એકપણ નાગરિક વેન્ટિલેટર પર નથી. લગભગ બધા 120 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 10,942 દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત રાહતરજનક સમાચાર એ છે કે ગુજરાતમાં કોરોનાથી એકપણ નાગરિકનું અવસાન થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં હાલમાં કોરોનાના આઠ કેસ છે અને વડોદરામાં ચાર કેસ છે. ગાંધીનગરમાં બે અને ભાવનગરમાં એક કેસ છે.

કોરોનાની સામે લડવા સરકારે ટીકાકરણનું અભિયાન પણ વેગીલું બનાવ્યું છે. અત્યાર સુધી સરકારે 185 કરોડ ડોઝ આપી દીધા છે. ગુજરાતમાં રસીકરણના મોરચે જોઈએ તો 18 વર્ષથી વધુ વયના 167 નાગરિકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો અને 1829 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 15થી 17 વર્ષની વયના બાળકોમાં 43ને પહેલી અને 576નો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

રવિવારે કુલ 6,745 વેક્સિન ડોઝ આપવામાં આવ્યો હતો. તેમા 1609 નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. 12-14 વર્ષના 520 બાળકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 2001 નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં વેક્સિનના અત્યાર સુધીમાં કુલ 10,67,19,157 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

રાજ્યમાં લોકો હવે કોરોનાના મોરચે આપવામાં આવેલી છૂટનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેના લીધે રસીકરણની ગતિ ધીમી પડી છે અને બૂસ્ટર ડોઝમાં પણ ઉમરલાય લોકો ઝડપથી આવી રહ્યા નથી. ઘણા લોકોએ માની લીધું છે કે રાજયમાં હવે કોરોના જતો રહ્યો છે. માસ્ક પહેરવામાં પણ બેદરકારી દાખવી રહ્યા છે. આ પ્રકારની બેદરકારી ચાલુ રહી તો રાજ્યમાં ચોથી લહેરને દસ્તક દેતા વાર નહી લાગે. વડાપ્રધાને કહ્યું છે કે કોરોના હજી સાવ જતો રહ્યો નથી, તેથી સાવધાનીમાં જ સલામતી છે.

Your email address will not be published.