ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતા ભાવમાં ફરી ઉછાળો

| Updated: January 13, 2022 8:22 am

ડુંગળીના બજારમાં તાજેતરમાં પડેલા બે તબક્કાના કમોસમી વરસાદને પગલે પાકને ઘણું નુકસાન થયું હતું. જેના કારણે ભાવમાં ફરી જાન્યુઆરી મહિનાની શરૂઆતથી તેજી આવી છે અને ગુજરાતમાં તો ભાવ રૂ. 600 ની સપાટીએ પહોંચ્યો હતો.

ગુજરાતમાં મહુવા ખાતે ડુંગળીના ભાવ વધીને રૂ. ૫૬૫ સુધી પહોંચ્યા હતા. જેમાં એક જ દિવસમાં મણે રૂ.50 નો ઉછાળો આવ્યો હતો. આગામી દિવસોમાં ભાવ હજી મજબુત રહે તેવી ધારણા વેપારીઓ કરી રહ્યા છે.

ડુંગળીના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે હાલના તબક્કે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યમાં ડુંગળીના પાકમાં મોટો બગાડ થયો છે. કામોમી વરસાદ અને બરફના કરા પડ્યા હોવાથી ડુંગળીની ક્વોલીટીને ઘણી અસર પહોંચી છે.

Your email address will not be published. Required fields are marked *