હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાણૂ સ્થિત ટિંબર ટ્રેલ રોપવેમાં સોમવારે 11 લોકો કલાકો સુધી ફંસાયા હતા. છ કલાક સુધી લાંબા ચાલેલા ઓપરેશન પછી બધા 11 પ્રવાસીઓને બચાવી લેવાયા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન શિમલા-ચંદીગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક રોકવામાં આવતા બંને તરફ વાહનોની મોટી લાઈનો લાગી હતી. સોલન જિલ્લા પ્રશાસન અને ટિંબર ટ્રેલના ટેક્નિકલ સ્ટાફની મદદથી ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ફસાયેલા બધા 11 પ્રવાસીઓ દિલ્હીના હતા. આ પૈકીના કેટલાક વૃદ્ધ હતા. આ લોકોને દોરડાથી નીચે ઉતરવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. મુખ્યમંત્રી જયરામ ઠાકુરને માહિતી મળતા તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ લોકોને ઝડપથી સુરક્ષિત રીતે કાઢવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે બચેલા પ્રવાસીઓ સાથે વાત કરી હતી. પછી પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમને આ અંગે બે વખત ફોન પર વાત કરી હતી. તેમણે એનડીઆરએફની ટીમ મોકલી હતી અને એરફોર્સના હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ખાલી હિટ નથી ફિટ પણ છે મોદીઃ રોપવેમાંથી ઉતરી 500થી વધુ પગથિયા ચઢી મહાકાળીના દર્શને પહોંચ્યા