ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધી, 24 કલાકમાં 3,377 નવા કેસ નોંધાયા

| Updated: April 29, 2022 2:03 pm

ભારતમાં (India) કોવિડ-19 ના કેસો દિવસ- બે દિવસ વધતાં જાય છે. IIT-મદ્રાસમાં વધુ 11 વિદ્યાર્થીઓનો ટેસ્ટ પોઝિટિવ આવતાં, કેસની સંખ્યા 183 પર પહોંચી ગઈ છે. શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિનમાં જાણવા મળ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં 3,377 નવા કેસ આવ્યા છે જ્યારે  60 લોકોની મૌત થઈ છે. ભારતમાં  કોવિડની સંખ્યા 4,30,72,176 પર ધકેલાઈ ગઈ છે અને મૃત્યુઆંક 5,23,753 થઈ ગયો છે. 821 કેસના વધારા સાથે ભારતનો સક્રિય કેસ 17,000ના આંકને વટાવી ગયો છે. 17,801 પર, દેશમાં કુલ કેસના 0.04% સક્રિય કેસ છે.

ભારતમાં (India) રિકવરી રેટ હાલમાં 98.74% છે. છેલ્લા 24 કલાકમાં 2,496 રિકવરી સાથે, અત્યાર સુધીમાં આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 4,25,30,622 થઈ ગઈ છે. મંત્રાલયે દર્શાવેલા ડેટા મુજબ,  ભારતમાં દૈનિક હકારાત્મકતા દર 0.71% નોંધવામાં આવ્યો છે, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર હવે 0.63% છે.

આ પણ વાંચો: કેન્દ્ર ગુજરાતમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્ક સ્થાપવાનો નિર્ણય લઈ શકે

 સરકારી બુલેટિનના દર્શાવ્યા મુજબ, ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ તપાસ માટે કુલ 83.69 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 4,73,635 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ ભારતમાં આપવામાં આવેલ રસીના ડોઝની કુલ સંખ્યા 188.65 કરોડ સુધી પહોંચી ગઈ છે.

Your email address will not be published.