માધુપુરામાં રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો, ભાઇને બચાવવા વચ્ચે પડેલી બહેનને છાતીમાં ચાકુનો ઘા વાગ્યો, તેનું મોત

|Ahmedabad | Updated: June 28, 2022 9:51 pm

અમદાવાદ,
શહેરમાં ગુનેગારો બેખોફ બની ગુનાઓને અંજામ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં માધવપુરામાં રૂપિયાની લેવડદેવડમાં મહિલાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. ભાઇ પાસે આરોપીઓ પૈસા લેવા આવ્યા હતા તે સમયે ઝઘડો થયો અને તેથી આરોપીઓએ ઉશ્કેરાઇને વચ્ચે પડેલી બહેનને છરી મારી દીધી હતી. આ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દૂધેશ્વર રોડ નજીક મોહનલોધાની ચાલીમાં રહેતા શાહરુખ નજીરભાઈ મોવરે આજથી આશરે પાંચ- છ મહિના અગાઉ એક લાખ ઉછીના લીધા હતા. તેમજ અબ્બાસ અલ્લારખા ભટ્ટી પાસેથી પણ આજથી આશરે પાંચથી છ મહિના અગાઉ રૂપિયા એક લાખ ઉછીના લીધા હતા. અકરમ ઉમરભાઈ મોવર અને આરીફ ઉમરભાઈ મોવરને લેવાનાં નિકળતા 1 લાખ રૂપિયા શાહરૂખ મોવરે પાછા આપી દીધા હતા પરંતુ અબ્બાસ અલ્લારખા ભટ્ટી પાસેથી લીધેલા એક લાખ રૂપિયા પૈકી 60,000 આપવાના બાકી હતા. જેની ઉઘરાણી માટે આરોપીઓ અવાર નવાર ફરિયાદીને ધમકાવતા હતા. આ દરમિયાન ત્રણેય આરોપીઓ ચાકુ સાથે શાહરુખ મોવરના ઘરે ઉઘરાણી કરવા ગયા હતા આ સમયે બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં શાહરુખ મોવરની બહેન રેહાના છોડાવવા વચ્ચે પડતા તેને અકરમ મોવરએ છાતીના ભાગે ચાકુના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ અંગે માધવપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે

Your email address will not be published.