સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ યુવકે સગીરા પર આચાર્યું દુષ્કર્મ

| Updated: June 21, 2022 8:37 pm

સરદારનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા બનાસકાંઠાના એક યુવકના ઇન્ટાગ્રામથી સંપર્કમાં આવી હતી. દરમિયાનમાં બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. 20 વર્ષીય યુવક અમુક મહિનાથી સગીરાને નરોડા ગામમાં આવેલા મીની કાંકરીયામાં લઇ જતો અને દુષ્કર્મ આચરતો હતો. આરોપી ગત 16 જુને તેને કાંકરીયાની બહાર મુકી ભાગી ગયો હતો. સગીરા પોલીસને મળતા તેમણે તેને નારી સંરક્ષણગૃહમાં મોકલી આપી હતી. આ અંગે સરદારનગર પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી.

શહેરના સરદારનગર વિસ્તારમાં 40 વર્ષીય મહિલા તેના પતિ અને 15 વર્ષની દિકરી સાથે રહે છે. તેણે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે બાદમાં અભ્યાસ છોડી દીધો હતો. સગીરા તેના ફોઇના ઘરે જઉં છું કહીને ગત 16 જુને ઘરેથી સવારે નિકળી હતી. પતિ પત્ની નોકરી પર હોવાથી તેઓ પરત આવી તપાસ કરતા દિકરી મળી આવી ન હતી. દરમિયાનમાં નાઇટ કોમ્બિંગ દરમિયાન પોલીસને સગીરા મળી આવી હતી અને સગીરાએ પોતાનું એડ્રેસ ન જણાવતા આખરે તેને નારી સરક્ષણ ગૃહ ખાતે પોલીસે મોકલી આપી હતી. દરમિયાનમાં પરિવાર પણ સગીરાને શોધતો શોધતો પોલીસ પાસે પહચ્યો ત્યારે પોલીસની મદદથી સગીરા મળી આવી હતી.

દરમિયાનમાં સગીરાને તેના પરિવારે પુછતા તેણે જણાવ્યુ હતુ કે, તે છ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ચલાવતી હતી દરમિયાનમાં આયુષ રાને નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. મેસેજ દ્વારા વાતચીત થયા બાદ મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી બાદમાં બંને ફોન દ્વારા સંપર્કમાં હતા. દરમિયાનમાં સગીરા તેને મળવા માટે મીની કાંકરીયા ખાતે ગઇ હતી અને ત્યા જ સગીરા પર આયુશે દુષ્કર્મ આચર્યું હતુ.

આરોપી વારંવાર મીની કાંકરીયા ખાતે લઇ જતો અને દુષ્કર્મ આચરતો હતો. આખરે ગત રવિવારે આયુશ મીની કાંકરીયા બહાર મુકી જતો રહ્યો હતો અને રિક્ષા ચાલક તેને નરોડા પોલીસ સ્ટેશન ખાતે મુકીને જતો રહ્યો હતો. પોલીસને તેણે એડ્રેસ ન જણાવતા તેને નારી સંરક્ષણ ગૃહમાં મુકી દીધી હતી. આ અંગે સગીરાની માતાએ સરદારનગર પોલીસ સ્ટેસનમાં દુષ્કર્મ અને પોક્સો હેઠલ ગુનો નોધાવ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, બનાસકાંઠાનો આયુષ રાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ તેની ડિશા બાજુથી ધરપકડ કરવામાં આવી છે.

Your email address will not be published.