રાજકોટની હોટલ ઈમ્પિરિયલ પેલેસ હોટલમાં મફીન્સમાંથી જીવાત નીકળતા ગ્રાહકે માથાકૂટ કરી

| Updated: August 6, 2022 6:42 pm

રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટ્લમાં ફરી એક વિવાદ ઉભો થયો છે. અહીં એક ગ્રાહકે મફીન્સમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ કરી છે.

ફાઇવ સ્ટાર હોટલો માંથી જીવાત નીકળવાની ઘટનાઓ સતત ચાલુ છે.આ ઘટનાઓને લઇને તંત્ર પણ જાણે કોઇ કાર્ય ના કરી રહ્યું હોય તેવું જોવા મળે છે કેમકે ખાવા બાબતે આવી ચૂક કોઇ દિવસ ચલાવી ના શકાય.એમ છતા મોટા મોટા બિલો જમ્યા પછી તો આવી જાય છે પરંતુ ખાવાની સાવચેતી રાખવાની વાત આવે ત્યારે ધ્યાન રાખવામાં આવતું નથી.

આવી જ એક ધટના રાજકોટમાં બની છે.રાજકોટની હોટલ ઇમ્પિરિયલ પેલેસ કે જે ફાઇવ સ્ટાર હોટેલ છે તે ફરી વિવાદમાં સંપડાણી છે.મફીન્સમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના મેનેજર જોડે માથાકૂટ કરી હોવાની માહિતી મળી રહી છે.મળતી માહિતી અનૂસારગ્રાહકે મફીન્સ પોતાની ભત્રીજીને ખવડાવતા તે બિમાર પડી હતી.જે બાદ ગ્રાહકે હોટેલ ગયા હતા અને મેનેજર પાસે રજૂઆત કરતા ગિન્નાઇ ગયા હતા પરંતુ રજૂઆત સાંભળવાની જગ્યાએ ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.આ વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો છે.આ વિડિયોમાં સાફ સંભળાઇ રહ્યું છે કે મેનેજર ગ્રાહકના આરોપોને ફગાવી દે કે આ અમારુ નથી અને બિલ બતાવામાં આવે છે તો પણ મેનેજર માની રહ્યો નથી.

વારંવાર આવી ધટના સામે આવતી હોય છે પરંતુ તંત્ર આ વાતથી અજાણ છે તંત્ર આખં આડા કાન કરી રહ્યું છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.હવે જોવાનું રહ્યું આગામી સમયમાં રાજકોટ તંત્ર કોઇ પગલા લે છે કે નહી.

મહત્વની વાત એ છે કે રાજકોટની હોટલ ઈમ્પિરિયસ પેલેસ અગાઉ પણ અશ્લિીલ ડાન્સનો વીડિયોને લઇને વિવાદમાં આવી હતી

Your email address will not be published.