સુરતમાં ‘વિકાસશીલ ભારત’ વિષય પર 300 વક્તાઓ સતત 24 કલાક સ્પીચ આપી ગીનીસ બુક ઓક રેકોર્ડમાં સ્થાન મેળવશે.

| Updated: April 9, 2022 7:09 pm

સુરતની એક એનજીઓ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ સુરતમાં અનોખો ગીનીસ બુક ઓક રેકોર્ડ બનાવવામાં આવશે. જેમાં વિકાસશીલ ભારત વિષય પર 300 વક્તાઓ દ્વારા સતત 24 કલાક સ્પીચ આપવામાં આવશે. અને તેઓ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે . આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવ્યા છે. આ કાર્યક્રમમાં દરેકનું પ્રેઝન્ટેશન નોખું હશે. આ 300 સ્પીકર પાસે અલગ અલગ મુદ્દાઓ છે. તેમજ ટાઇમ મેનેજમેન્ટ, ટીમ બિલ્ડીંગ , ઇવેન્ટ મેનેજમેન્ટ , રેકોર્ડમાં ખૂબ મહત્ત્વનું છે. રેકોર્ડને ચોપડે લાવવા ગીનીસ બુક સાથે 100 ઇ – મેઇલ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું . 9 અને 10 મી એપ્રિલે મોદીના વિકાસશીલ ભારત વિષય પર 24 કલાકમાં 300 થી વધુ વ્યક્તિઓ 300થી વધુ વિષયો ઉપર નોન સ્ટોપ વક્તવ્યથી નવો ગીનીસ બુક ઓક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.

આ અંગે આ ઇવેન્ટના આયોજક પિયુષ વ્યાસે જણાવ્યું હતું કે ભૂતકાળમાં 2018માં અમે જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે તેમણે નવો રેકોર્ડને કરવાની પ્રેરણા આપી હતી. તેઓએ ઉમેર્યું હતું કે અમે નવો રેકોર્ડ બનાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. ગીનીસ બુક મોસ્ટ પીપલ ઇન લેવામાં આવ્યું હતું. સંસ્થાએ વીડિયો બાઇટ તેમ જ લોકોની મોક ટેસ્ટ લીધી હતી . 35 થી વધુ લોકોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા તેમજ વિકાસશીલ ભારતના મુદ્દાની શોધ કરવા પોલીટીકલ બોડી, ગેઝેટડ ઓફિસ, સરકારી વેબસાઇટનો સહારો લેવામાં આવ્યો હતો.

(અહેવાલ : મયુર મિસ્ત્રી)

Your email address will not be published.