સુરતમાં રાજસ્થાનની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી

| Updated: August 3, 2022 4:01 pm

સુરતના પુણાગામમાં રાજસ્થાનની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. પરિણીતાએ ગૃહકંકાસના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનની વતની લલીતાબેન વિનયભાઈ જૈન પરિવાર સાથે પુણાણામ ખાતે ડી.આર.વર્લ્ડ નજીક આવેલી લાભુબા સોસાયટીમાં રહેતી હતી. લલીતાબેનના ચારેક વર્ષ અગાઉ કાપડની દુકાનમાં નોકરી કરતા વિનય જૈન સાથે લગ્ન થયા હતા. તેમને લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે.

દરમિયાન મંગળવારે સવારે લલીતાબેને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ થતાં પરિવારના સભ્યોએ તેણીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં રાત્રીના ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. લલીતાબેનના અકાળે મોતથી માસુમ પુત્રને માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

Your email address will not be published.