સુરતમાં ચોકીદારે માલિકના ગળે ચપ્પુ રાખી 6 લાખની લૂંટ ચલાવી

| Updated: April 1, 2022 3:52 pm

સુરતની સચીન જીઆઈડીસી રોડ પર આવેલી ગોવર્ધન સિલ્ક મિલના માલિક પર એમના જ સિક્યુરિટી ગાર્ડે લૂંટ ચલાવી હતી. માર્ચ એન્ડિંગ હોવાથી સ્ટાફની ગેરહાજરીમાં ઓફિસમાં એકલા બેઠેલા શેઠના ગળા પર સિક્યુરિટી ગાર્ડે કોયતો રાખી બતાવી લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડે ઓફિસમાં મિલ માલિકના જરૂરી ડોક્યુમેન્ટ સહિતનો થેલો લૂંટીને માલિકનું અપહરણ કરવાની પણ કોશિષ કરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના પાંડેસરામાં આવેલી ગ્રુપ ઓફ સિક્યુરિટી કંપનીને ગોવર્ધન સિલ્ક મિલની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જ્યા સવાર અને રાત એમ બે પાળીમાં સિક્યુરિટી ગાર્ડ આવતાં હતાં. જે પૈકી આરોપી સુમિત રામકુમાર શર્મા છ સાત મહિનાથી નોકરી પર આવતો હતો. 31મી માર્ચના રોજ ઓફિસમાં સ્ટાફ ન હોવાથી મિલના માલિક પ્રવિણભાઈ વલ્લભભાઈ બાબરીયા એકલા જ હતાં. એ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સુમિત શર્મા ઓફિસમાં ઘુસી આવ્યો હતો અને બાદમાં મીલ માલિકને ચપ્પુ બતાવીને 6 લાખની લૂટ ચલાવી હતી. આ બાબતે સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(અહેવાલ : મયુર મિસ્ત્રી)

Your email address will not be published.