સુરતમાં ભાજપના ધારાસભ્યનો એક મહિલાએ જાહેરમાં ઉધડો લીધો

| Updated: April 14, 2022 8:32 pm

સુરતમાં પુણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકીની અપહરણ બાદ હત્યાની ઘટના ગઈકાલે બની હતી. ત્યારે આજે સ્થળની મુલાકાત લેવા ગયેલા ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાનો મહિલાએ ઉધડો લીધો હતો. મહિલાએ કહ્યું કે, આવા લોકોને જેલમાં નાખવાના બદલે સીધા એન્કાઉન્ટર કરો.અહીં દારૂ પીને અમારી છેડતી કરવામાં આવે છે. બહેન દીકરીઓ સુરક્ષિત નથી. તેવા સવાલો ઉઠાવ્યા હતા.

સુરતના પુણાગામ વિસ્તારમાં ભૈયાનગર ખાતે ગઈકાલે પાંચ વર્ષની માસૂમ દીકરીનું અપહરણ કરી હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. કામરેજ વિધાનસભા ધારાસભ્ય ઘટના બાદ સ્થળ તપાસ કરવા માટે ગયા હતા. તે દરમિયાન લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. વી. ડી ઝાલાવાડીયાને સ્થાનિક લોકોએ રીતસરનો ઉધડો લઇ લીધા હતા.

મહિલાઓએ સીધો એક સવાલ ધારાસભ્યને પૂછ્યો કે અહીં મહિલાઓ સુરક્ષિત કેમ નથી. સતત તેમની છેડતી થાય છે. લોકો દારૂ પીને આ રસ્તે આવે છે અને મહિલાઓના ગાલને સ્પર્શ કરીને છેડતી કરે છે. ધારાસભ્ય વિધિ ઝાલાવાડીયાને મહિલાએ સ્પષ્ટ કહ્યું કે આવા લોકોને જેલમાં ધકેલીને અમે તમારી ફરજ પુરી કરી દો છો પરંતુ ખરેખર આવા માનસિકતાના લોકોના સીધા એન્કાઉન્ટર કરવા જોઈએ. આ વિસ્તારમાં છેડતીની ઘટનાને કેમ રોકવામાં આવતી નથી. ધારાસભ્યની ચારે તરફ લોકોએ પ્રશ્નો પૂછવાના શરૂ કરી દીધા હતા. ધારાસભ્ય સ્થિતિ પારખી જતાં ત્યાંથી ઝડપથી નીકળવાનું મુનાસીબ માન્યું હતું.

ભૈયાનગર આસપાસ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિકો દ્વારા ધારાસભ્ય અને જાહેરમાં જ સવાલો પૂછવાની શરૂઆત કરી દીધી હતી. મહત્વની બાબત એ છે કે મહિલાએ સ્પષ્ટ રીતે કહ્યું કે અસામાજીક તત્વો વિસ્તારની મહિલાઓ જ્યારે રોડ પર ચાલતી નીકળે છે ત્યારે તેની છેડતી કરે છે. દારૂ પીધેલી હાલતમાં તેઓ પસાર થતી મહિલાઓના ગાલ ઉપર હાથ મૂકીને પસાર થઇ જાય છે. મહિલાઓ ઘણી વખત પોતે કાંઇ બોલી પણ શકતી નથી. નાની દીકરીઓ અને મહિલાઓ કેમ સુરક્ષિત નથી એ પ્રકારના સવાલો ધારાસભ્યને પૂછ્યા હતા.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.