ગુજરાત હાઈકોર્ટમાં વાલી મંડળે 25 ટકા ફી પરત કરવા અરજી કરી

| Updated: May 7, 2022 5:08 pm

કોરોના મહામારીમાં ધોરણ 1 થી 8 ના વર્ગો 3 જ મહિના ચાલ્યા હોવાથી તેમ જ સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો ના થઈ શક્યો હોવાથી વાલી મંડળે 25 ટકા ફી માફીની માંગ કરી છે. આ મુદ્દે વાલી મંડળે (Gujarat ) ગુજરાત હાઇકોર્ટમાં 25 ટકા ફી પરત કરવાની અરજી કરી છે.

સંપૂર્ણ વર્ષ દરમિયાન ઑફલાઈન શિક્ષણ ના થઈ શક્યું તેમજ અભ્યાસક્રમ પણ પૂરો ના થવાને કારણે રાજ્ય સરકારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. (Gujarat ) ગુજરાત સરકારે કોરોનાની સ્થિતિને જોતા માસ પ્રમોશન જાહેર કર્યું છે. હાઈકોર્ટમાં થયેલી અરજીમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ ન થયો હોવાની પણ રજૂઆત થઈ છે, અને જો માસ પ્રમોશન અપાતુ હોય તો ફીમાં પણ રાહત મળવી જોઇએ તેવી વાલીઓ દ્વારા અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. વાલીઓના હિતમાં નિર્ણય લેવાની વાલી મંડળની માગ છે અને આગામી દિવસો સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: એસીસી અને અંબુજા ખરીદવા માટે અદાણી ગલ્ફ ગ્રુપ્સ અને આઈએચસી સાથે સંપર્કમાં

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શૈક્ષણિક વર્ષ 2021 – 22 માં પણ 25 ટકા ફી માફીની મૌખિક જાહેરાત કરી હતી, પરંતુ તેનો લાભ વાલીઓને મળ્યો નથી. હવે માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ. મહત્વનું છે કે આ અરજી પર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

Your email address will not be published.