ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 71 ટકા ગુના ફોરેન્સિકની મદદથી ઉકેલાયા

| Updated: May 23, 2022 12:16 pm

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાઓને ઉકેલવામાં ફોરેન્સિક સાયન્સ ઘણી મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. તેની મદદથી ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 71 ટકા ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. ઘૃણાસ્પદ ગુનાના સ્થળે મળેલા જૈવિક પુરાવાને ફોરેન્સિક સાયન્સમાં મોકલીને અપરાધીને પકડવા માટેની કડીઓ મેળવવામાં આવે છે. તેમા પણ ઘટનાસ્થળેથી એકત્રિત કરવામાં આવેલા ડીએનએ સેમ્પલ દ્વારા જ છેલ્લા ત્રણ વર્ષમાં 17 ટકા ગુનાઓ ઉકેલવામાં મદદ મળી છે, એમ ગાંધીનગરના ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સે જણાવ્યું હતું.

પોલીસે તેમા ફોરેન્સિક સાયન્સની મદદથી છેલ્લો ઉકેલેલો કેસ જુઓ તો 2017માં અમદાવાદ સ્થિત ઉદ્યોગપતિનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેનું ખૂન કરવામાં આવ્યું હતું. આ કેસમાં છ અપહરણકારોના અન્ય પુરાવા એકત્રિત કરવામાં આવ્યા તેની સાથે કારમાં મળી આવેલી ટૂથપિકના આધારે અને તેઓએ પીડિતનું મોઢું બંધ રાખવા ઉપયોગમાં લીધેલી સેલોટેપ પરથી તેમના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. આ કેસ છેલ્લા એવા કેટલાય કેસો વચ્ચેનો એક છે જેનો ફોરેન્સિક સાયન્સે સામનો કરવો પડ્યો છે. તેના પર કામ કરવું પડ્યું છે.

ડિરેક્ટોરેટ ઓફ ફોરન્સિક સાયન્સને દર મહિને આ રીતે ડીએનએ ઉકેલવા મળતાં કેસોની સંખ્યા 2018-19માં 28 હતી જે 2022ના પહેલા ચાર મહિનામાં વધીને 48 થઈ ગઈ છે. આમ તેની માસિક સરેરાશ લગભગ બમણી થવા જઈ રહી છે.

પોસ્કો (પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ હેઠળના મોટા કેસો અથવા તો સુરતમાં ગ્રીષ્મા વેકરિયા જેવા કેસોમાં ફોરેન્સિક સાયન્સ માટે ડીએનએ પુરાવા તરીકે અત્યંત મહત્ત્વનું નીવડ્યું છે. ડીએનએનો પુરાવો ફૂલપ્રૂફ મનાય છે. તેના લીધે હવે ગુનાના સ્થળેથી એકત્રિત કરવામાં આવેલા સેમ્પલમાં વધુને વધુ તપાસકારો ડીએનએ સાથે મેળવવા પર ભાર મૂકવા લાગ્યા છે. ભૂતકાળમાં અમે થૂંકેલા પાન અને અડધી ફૂંકેલી બીડીનું વિશ્લેષણ કરીને પણ ગુનેગારને પકડવામાં મદદ કરી છે, એમ વરિષ્ઠ ડીએફએસ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના કુલ કેસોમાં 65 ટકા કેસો પોસ્કોના હતા, જ્યારે 20 ટકા બળાત્કારના હોય છે. ડીએનએ એક્ઝામિનરે જણાવ્યું હતું કે કેટલાક કિસ્સામાં તો શરીરનું પ્રવાહી કે વાળ કે અમુક હિસ્સો પુરાવા તરીકે આરોપીને કેસ સાથે જોડે છે. તેના લીધે હવે ડીએનએ સેમ્પલ નજરે જોનારા સાક્ષીઓ જેટલું જ મહત્વ મેળવવા લાગ્યા છે. પુરાવાના એકત્રીકરણ અને વિશ્લેષણની વૈજ્ઞાનિક લાક્ષણિકતાના લીધે સજા થવાનો દર પણ સુધર્યો છે. મોટાભાગના કેસો આવી રહ્યા હોવાથી જિલ્લાસ્તરે પણ આ પ્રકારના કેસોને લઈને હવે વધુ જાગૃતિ જોવા મળે છે. તેથી ડીએનએ એનાલિસિસ આજે ફોરેન્સિક સાયન્સનું મહત્વનું પાસુ બની ગયું છે.

Your email address will not be published.